Budget 2021: જેમ જેમ બજેટની તારીખ નજીક આવી રહી છે, લોકોને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) પાસેથી ઘણી આશાઓ છે. સમાન્ય ટેક્સપેયર્સ, કોર્પોરેટ્સ, વૃદ્ધ, મહિલાઓ, સ્ટુડેંટ્સ પોતાની માંગનું લિસ્ટ લઇને તૈયાર છે. દેશનું ભવિષ્ય આપણા વિદ્યાર્થીઓ છે. અગાઉના બજેટમાં તેમણે કંઈ વધારે મળ્યું ન હતું. તેથી આ બજેટથી સ્ટુડેંટ્સને (Students) વધારે આશાઓ છે તેમની વાત નાણા મંત્રી જરૂર સાંભળશે. અમારી સહયોગી ચેનલ Zee Business એ કેટલાક સ્ટુડેંટ્સ સાથે વાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એજ્યુકેશન લોન સરળ થાય
સ્ટુડેંટ્સનું (Students) કહેવું છે કે, એજ્યુકેશન લોન (Education Loan) મળવામાં ખુબ જ મુશ્કેલી થયા છે. તેથી તેમની નાણા મંત્રી પાસે માંગ છે કે, એજ્યુકેશન લોનના નિયમોને વધુ સરળ બનાવવામાં આવે. સાથે જ એજ્યુકેશન લોનના વ્યાજ દરને પણ ઘટાડવામાં આવે. એક સ્ટુડેંટ્સે કહ્યું કે, ભારતમાં કાર લોન (Car Loan) તો ચપટી વગાળતા મળી જાય છે પરંતુ એજ્યુકેશન લોન (Education Loan) માટે ધક્કા ખાવા પડે છે.


આ પણ વાંચો:- Budget 2021: કિસાનો માટે ખજાનો ખોલશે સરકાર! થઈ શકે છે મોટી જાહેરાત


ટેક્સમાં રહાત મળે
મુંબઇની એક વિદ્યાર્થીનીનું (Student) કહેવું છે કે, કોરોના મહામારીના (Corona Pandemic) કારણે મોટા પ્રમાણમાં લોકોએ નોકરી ગુમાવી છે. હવે જે પણ નોકરીની તક છે તેમાં સેલેરી ખુબજ ઓછી મળી રહી છે અને બીજી તરફ ટેક્સનો (Tax) ભાવ એટલો જ છે. સરકાર તમામ વસ્તુઓ પર લગાડવામાં આવતા ટેક્સને ઘટાડવા આવે જેથી સમાન્ય માણસને રાહત મળી શકે.


આ પણ વાંચો:- Budget 2021: આવી શકે છે બધા માટે સ્ક્રેપ પોલિસી, જાણો કેમ છે જરૂરી?


સ્ટાર્ટઅપ્સ માટે ખાસ પેકેજ
એક સ્ટુડેંટ્સે (Students) સ્ટાર્ટઅપ્સ માટે ખાસ પેકેજ લોનની માંગ કરી છે. તેમનું કહેવું હતું કે, સ્ટાર્ટઅપ્સને સરળતાથી ઇન્વેસ્ટર્સ (Investors) મળતા નથી. જે મળે છે તો તેમનો ઇન્ટરેસ્ટ રેટ ઘણો વધારે હોય છે. કોઈ પણ સ્ટાર્ટઅપ (Startups) શરૂ કરવા માટે ઘણા વર્ષ સુધી પોતાના ખિસ્સાના પૈસા લગાવવા પડે છે.


આ પણ વાંચો:- Budget 2021: તમે પણ સસ્તામાં ખરીદી શકો છો ઇલેક્ટ્રિક કાર! બજેટમાં થઈ શકે છે જાહેરાત


શિક્ષા ક્ષેત્ર માટે વજેટ વધારવામાં આવે
જો કે, સરકારનો ફોકસ શિક્ષા સેક્ટરને (Education Sector) લઇને વધ્યો છે. સરકારે નવી શિક્ષા નિતીની જાહેરાત કરી, માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલી શિક્ષા મંત્રાલય (Ministry of Education) કરવામાં આવ્યું. પરંતુ કોરોના મહામારીએ શિક્ષા ક્ષેત્રની જરૂરિયાતોને ઘણી વધારી છે. તેથી શિક્ષા ક્ષેત્ર માટે બજેટ વધારવું જોઇએ.


આ પણ વાંચો:- Budget 2021: ફર્નિચર, ફ્રિઝ, વોશિંગ મશીન પર થઈ શકે છે મોટી જાહેરાત! જાણો શું થશે સસ્તુ અને શું મોંધુ?


વાઈ-ફાઈની સુવિધા ગામે-ગામ સુધી પહોંચે
કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ સ્કૂલ અને વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થયો છે. પરંતુ ઓનલાઇન એજ્યુકેશનમાં (Online Education) સૌથી મોટી અડચણ છે ઇન્ટરનેટ. ગામોમાં ઇન્ટરનેટની પહોંચ હજુ સુધી એટલી નથી. એવામાં વાઈ-ફાઈ (Wi-Fi) અને બ્રોડબેન્ડ સેવાઓનો વિસ્તારની જરૂરિયાત છે. બજેટમાં ટેલિકોમ ક્ષેત્ર માટે ફાળવણીમાં વધારો કરીને આ કાર્યવાહી કરી શકાય છે. આ ઓનલાઇન શિક્ષણને મજબૂત બનાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube