Budget 2021: આવી શકે છે બધા માટે સ્ક્રેપ પોલિસી, જાણો કેમ છે જરૂરી?

કેન્દ્ર સરકારે મે 2016માં જૂના વાહનોને દૂર કરવા માટે Voluntary Vehicle Fleet Modernisation Programmeની બ્લુ પ્રિન્ટ રાખી હતી. સરકારનું અનુમાન છે કે આ નીતિ અંતર્ગત બધા માટે આવવાથી રસ્તા પરથી 15 વર્ષ જૂના લગભગ 2.8 કરોડ વાહનો દૂર કરવામાં મદદ મળશે.

Budget 2021: આવી શકે છે બધા માટે સ્ક્રેપ પોલિસી, જાણો કેમ છે જરૂરી?

નવી દિલ્લી: હાલમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સરકારી વાહનો માટે 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલવાની નીતિને મંજૂરી આપી દીધી છે. મંત્રાલયના આ નિર્ણયથી કેન્દ્ર, રાજ્ય સરકારો અને પબ્લિક સેક્ટરની કંપનીઓમાં ઉપયોગમાં આવતાં 15 વર્ષ જૂના વાહનોને દૂર કરવા પડશે. જોકે આ નીતિનું પાલન એપ્રિલ 2021થી થવાનું છે. પરંતુ ઓટો સેક્ટર તેને લઈને ઘણું ઉત્સાહિત છે. એવામાં સંભાવના છે કે બજેટમાં આ નીતિ પર વાત થાય અને ઝડપથી તેને બધા માટે લાગૂ કરવાની કોઈ જાહેરાત થાય.

નવા વાહનોની માગમાં થશે વધારો
કોરોનાકાળ પછી ભારત સરકારનું જોર આત્મનિર્ભર ભારત બનાવવા પર છે. જેના માટે સરકાર મેન્યૂફ્રેક્ચરિંગ સેક્ટર પર ધ્યાન આપી રહી છે. વાહન,ઈલેક્ટ્રિક સહિત અનેક ક્ષેત્રમાં વિનિર્માણને સમર્થન આપવા માટે સરકારે હાલમાં જ PLI યોજના શરૂ કરી છે. એવામાં જો જૂના વાહનોને કબાડમાં મોકલવાની નીતિ બધા માટે લાવવામાં આવશે તો નવા વાહનોની માગમાં વધારો થશે અને કંપનીઓનું ઉત્પાદન પણ વધશે. 

ઈ-મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ટર વધારવા પર સરકારનું જોર
સરકારે 2030 સુધી દેશને સંપૂર્ણ રીતે ઈ-મોબિલિટી પર શિફ્ટ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. તેનો ઉદ્દેશ્ય દેશના કાચા તેલ આયાત બિલને ઓછો કરવાનો છે. આયાત બિલ ઘટવાથી સરકારની તિજોરીની સ્થિતિ સારી થશે અને સરકાર અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઈ-મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂકશે. 

15 વર્ષ જૂના વાહનો ફેરવાઈ જશે કબાડમાં
ઠંડીની સિઝનમાં દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારત સહિત અનેક શહેર ભીષણ પ્રદૂષણની ઝપેટમાં આવી જાય છે. બાળકોની સ્કૂલ પણ બંધ કરવી પડે છે. IIT બોમ્બેના એક રિપોર્ટ પ્રમાણે કુલ વાયુ પ્રદૂષણમાં લગભગ 70 ટકા ભાગીદારી વાહનોથી થનારા પ્રદૂષણની છે. એવામાં જૂના વાહનોને કબાડમાં મોકલીને વાયુ પ્રદૂષણ ઓછું કરવામાં મદદ મળશે.  

3 સેક્ટરને થશે સૌથી મોટો ફાયદો
જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિથી અન્ય સેક્ટરને પણ ફાયદો થશે. કેમ કે નવા વાહનોની માગ અને ઉત્પાદન વધારવા માટે કાચા માલની જરૂરિયાત રહેશે. એવામાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને રબર સેક્ટરને લાભ થશે. આ ક્ષેત્રમાં નવા રોજગારની તકોનું સર્જન થશે. અને અર્થવ્યવસ્થા ઝડપથી ફરવા લાગશે. 

કેવી રીતે 5 ટ્રિલિયન ઈકોનોનીનો લક્ષ્ય હાંસલ થશે
કોરોનાકાળ પહેલાં પણ દેશની અર્થવ્યવસ્થા નબળી હતી. કોરોના મહામારી દરમિયાન એપ્રિલ-જૂન સમયમાં દેશની જીડીપી લગભગ 24 ટકા ઘટી ગઈ. એવામાં સરકારની ઉપર અર્થવ્યવસ્થાને ગતિ આપવા, સરકારી તિજોરી, રોજગારની સ્થિતિને સારી બનાવવાનું દબાણ છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા પાંચ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એવામાં વાહન ક્ષેત્ર વધારે લોકોને રોજગારી, વિનિર્માણમાં યોગદાન અને સરકાર માટે સરકારી તિજોરી ભરવાનું માધ્યમ છે. જૂના વાહનોને  હટાવવાથી નવા વાહનોની માગ વધશે. તેનાથી રોજગાર અને લોકોની આવકમાં વધારો થશે. સાથે જ કંપનીઓનું ઉત્પાદન વધવાથી સરકારનો જીએસટી સંગ્રહ પણ વધશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news