દિલ્હી: 1 ફેબ્રુઆરી 2021ના સંસદમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. બજેટ આવતા પહેલા દેશ મોદી સરકાર પાસેથી શું ઇચ્છે છે. તે અમે તમને સતત જણાવી રહ્યા છે. Electric Vehicle Industry અને Steel Industry ના કારોબારી ટેક્સ ઘટાડવાની માંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇલેક્ટ્રિક કાર પર ટેક્સ ઘટાડવાની માંગ
સતત મોંધું થતું પેટ્રોલ-ડીઝલ અને સમયની માંગ જણાવે છે કે, આવનારો સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો થવા જઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીની (Electric Vehicle Industry) સરકાર પાસે અપીલ છે કે, તેમના સેક્ટરને ટેક્સમાં રાહત આપવામાં આવે. આ ઉપરાંત ઉદ્યોગ જગતના લોકોનું પણ કહેવું છે કે, હાલમાં સ્ટીલની કિંમતોમાં થયેલા વધારા પર પણ રોક લગાવવામાં આવે.


આ પણ વાંચો:- ઈલેક્ટ્રિક વાહનોના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા બજેટમાં થઈ શકે છે આ ખાસ જોગવાઈ


ઇલેક્ટ્રિક ગાડીઓ પર અત્યારે કેટલો છે ટેક્સ
Electric Vehicle Industry સાથે જોડાયેલા કારોબારી ટેસ્ટ સિસ્ટમમાં સુધારાની માંગ કરી રહ્યા છે. એવામાં આ જાણવું જરૂરી થઈ જાય છે કે, અત્યારે કેટલો ટેક્સ Electric Vehicle Industry પાસેથી લેવામાં આવે છે. હાલ કાચ્ચા માલસામાન પર જીએસટી 18 ટકા છે. આ પ્રકારે બહાર સપ્લાય પર ટેક્સ 5 ટકા છે.


આ પણ વાંચો:- હવે જૂની ગાડીઓ પર લાગશે નવો ટેક્સ, સરકાર લાવી શકે છે નવો નિયમ


સ્ટીલના વધતા ભાવો રોકવાની માંગ
સ્ટીલની કિંમતમાં થયેલા વધારાને હાલના દિવસોમાં રોકવાની પણ માંગ કરવામાં આવી રહી છે. સ્ટીલની વાત કરીએ તો, સ્ટીલ પાછલા વર્ષથી 60 ટકા વધુ મોંઘું થયું છે, જેના કારણે ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. સ્ટીલ વેપારીઓની માંગ છે કે સરકારે સ્ટીલના વધતા ભાવ બંધ કરવા જોઈએ.


આ પણ વાંચો:- Budget 2021: મોંઘા થઈ શકે છે ફ્રિઝ અને વોશિંગ મંશીન! જાણો કેમ?


વાહન સ્ક્રેપ નીતિ લાગુ કરવાની વિનંતી
બજેટ પૂર્વે સ્ટીલ ઉદ્યોગની માંગ પણ છે કે સરકારે ટૂંક સમયમાં વાહન સ્ક્રેપ નીતિ લાવવી જોઈએ. આ સિવાય દેશ સમર્પિત કોરિડોર અને હાઇવે પર વધુ ખર્ચની અપેક્ષા પણ રાખે છે. જો સરકાર આ અપેક્ષાઓ પૂર્ણ કરશે તો ઘણા લોકો માટે રોજગારનો માર્ગ પણ ખુલશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube