Budget 2021: ભારતને Electric Car નું હબ બનાવવા બજેટમાં લેવાઈ શકે છે આ ખાસ નિર્ણય

ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય બજેટ 2021માં ખાસ નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે આ મામલે સરકારે ઈલેક્ટ્રિક વાહનો મામલે સલાહ-સૂચન આપતા નીતિ આયોગના વિશેષ જૂથ સાથે વિગતવાર ચર્ચા કરી છે.

Budget 2021: ભારતને Electric Car નું હબ બનાવવા બજેટમાં લેવાઈ શકે છે આ ખાસ નિર્ણય

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓએ આવનાર વર્ષોમાં ભારતને ઈલેક્ટ્રિક કાર (ELECTRIC CAR) નું હબ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે ચર્ચા કરી છે. એટલે આગામી કેન્દ્રીય બજેટ (UNION BUDGET) માં આશા સેવાઈ રહી છે કે, ઇલેક્ટ્રિક કાર (ELECTRIC CAR) ના કારોબાર માટે સ્પષ્ટ બ્લુપ્રિન્ટ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે. નાણાં મંત્રાલયે પહેલેથી જ ઓટોમોબાઈલ (AUTO MOBILE) ઉદ્યોગ અને ઈલેક્ટ્રિક વાહનો મામલે સલાહ-સૂચન આપતા નીતિ આયોગના વિશેષ જૂથ સાથે વિગતવાર ચર્ચા કરી લીધી છે.

નીતિ આયોગ દ્વારા નાણાં મંત્રાલયને કરવામાં આવેલા સૂચનમાં જણાવાયું છે કે નીતિગત પ્રોત્સાહન મળવાથી ભારત ઇલેક્ટ્રિક કાર (ELECTRIC CAR) માર્કેટમાં નાની કારો બનાવવાની કામગીરીનું પુનરાવર્તન કરી શકે છે. જોકે ભારત વિશ્વમાં નાની કારોની રાજધાની તરીકે જાણીતું છે.

ચાર દાયકા પહેલા જ્યારે અમેરિકન અને યુરોપિયન કાર કંપનીઓ ચીનમાં પ્લાન્ટ લગાવી રહી હતી, ત્યારે ભારત આ તક ચુકી ગયું હતું. જોકે ઇલેક્ટ્રિક કાર (ELECTRIC CAR) નું મોટાપાયે સામૂહિક ઉત્પાદન હજી પણ શરૂ થયું નથી અને ટેક્નિકલ કામગીરી હજી પણ ચાલુ છે. બીજી બાજુ, કોરોના મહામારી અને અન્ય દેશોમાં ઘુષણખોરી જેવી અનેક નીતિઓથી ચીન વૈશ્વિક નારાજગીનું ભોગ બન્યું છે. આવા સમયે ભારત પરિસ્થિતિનો લાભ લઈ ઈલેક્ટ્રિક વાહનો બનાવતી કંપનીઓ વચ્ચે પોતાની ઓળખ ઉભી કરી શકે છે અને અનેક નીતિઓ અપનાવી આવી કંપનીઓને આકર્ષી શકે છે.

સૂત્રોથી મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય બજેટ 2021 (UNION BUDGET) ની ઘોષણામાં વ્યાપક ઉદ્દેશ મોટી કંપનીઓ જ નહી પરંતુ નાની કંપનીઓને આકર્ષવાનો હશે. ટેસ્લા (TESLA) જેવી મોટી કંપનીઓની સાથે આ ઉદ્યોગમાં જોડાયેલી નાની કંપનીઓ પણ ભારતમાં વેપાર કરવા આકર્ષાય અને ભારતને કેન્દ્રમાં રાખી તેમના વેપારની નીતિઓ નક્કી કરે તેવી રીતે બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જોકે આત્મનિર્ભર ભારત અંતર્ગત જ પગલા લેવામાં આવશે પરંતુ તેને વૈશ્વિક સ્વરૂપ અપાશે.

ટેસ્લા(TESLA)એ વધારી ઉમ્મીદ
ઈલેક્ટ્રિક કાર (ELECTRIC CAR) બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની ટેસ્લા (TESLA) ના ભારતમાં આવવાથી સરકાર ઉત્સાહીત છે. જાણીતા ઉદ્યોગસાહસિક એલન મસ્ક (ELON MUSK) ની કંપની ટેસ્લાએ તાજેતરમાં ભારતમાં નોંધણી કરાવી છે. સૂત્રોથી મળતી માહિતી અનુસાર આ અમેરિકન કંપની બેંગાલુરુમાં પ્લાન્ટ લગાવવા માટે યોગ્ય સ્થળની શોધમાં છે. ટેસ્લાના આ નિર્ણયથી વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કાર (ELECTRIC CAR) ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોમાં ભારત વિશે ઉત્સુકતા જાગી છે. અત્યારસુધી આ ઉદ્યોગમાં અમેરિકા પછી ચીનને જ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું હતું. પંરતુ જો બજેટમાં સરકાર આ ઉદ્યોગને આકર્ષિત અને પ્રોત્સાહન કરતી કોઈ નીતિ લઈને આવે તો દેશ માટે આ તક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

2030 સુધીમાં દેશમાં ઈલેક્ટ્રિક કારનું વધશે ઉત્પાદન અને ઉપયોગ
ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓને સપ્લાઈ ચેન અને વધુ માત્રામાં ચાર્જિંગ સ્ટેશન (CHARGING STATION) સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરવાની જરૂર પડશે. જોકે આમા રાજ્યોની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. દિલ્લી અને કર્ણાટકમાં રાજ્ય સરકારોએ આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા નવી નીતિ પણ જાહેર કરી છે પરંતુ કેન્દ્રીય સરકારના પ્રોત્સાહન વગર રાષ્ટ્રીય સ્તર પર આ સંભવ નથી. જોકે 2018માં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, 2030 સુધીમાં દેશમાં વેચાતી 30 ટકા ખાનગી અને 70 ટકા વેપારને લગતી કાર ઈલેક્ટ્રિક હોવી જોઈએ. એટલે જ આશા રખાઈ રહી છે કે 2021ના કેન્દ્રીય બજેટ (UNION BUDGET) માં સરકાર આ દિશામાં કઈંક મહત્વના પગલા ભરે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news