નવી દિલ્હી: સંસદમાં બજેટ સત્રનો (Budget 2021) શુભારંભ શુક્રવારના (29 જાન્યુઆરી) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind) અભિભાષણ સાથે થયો છે. આ વચ્ચે જાણકારી મળી રહી છે કે, આ વર્ષના બજેટ રજૂઆત દરમિયાન ઐતિહાસિક ફેરફાર થયો છે. આ વખતે બજેટ રજૂઆત દરમિયાન સંસદના સભ્યોને આપવામાં આવતું ફૂડ ઉત્તર રેલવે (Northern Railways) દ્વારા આપવામાં આવશે નહીં જે દર વર્ષે સર્વ કરતા હતા. 52 વર્ષથી બજેટ દરમિયાન ઉત્તર રેલવે જ તમામ સાંસદોને ફૂડ આપે છે પરંતુ આ વખતે આ પરંપરા તૂટી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૂડ તૈયાર કરશે 5 હોટલના શેફ
પ્રાપ્ત જાણકારી અનુસાર 1 ફેબ્રુઆરીથી રજૂ થતા કેન્દ્રીય બજેટ (Union Budget) પર રજૂઆત દરમિયાન ભારત પર્યટન વિકાસ નિગમ (India Tourism Development Corporation) તરફથી સાંસદોને ફૂડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફૂડને 5 સ્ટાર અશોક હોટલના રસોઈયા તૈયાર કરશે. સ્પેશિય રસોઈયા દ્વારા પરોસવામાં આવતી થાળી પર સાંસદોને સબ્સિડી મળશે અટલે કે, તેમની પાસેથી 5 સ્ટાર હોટલની કિંમત વસૂલવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં લક્ઝરી હોટલનું ફૂડ પણ સંસદની કેન્ટિનમાં સસ્તા ભાવે મળશે.


આ પણ વાંચો:- ભારતમાં સક્રિય કેસોની સંખ્યા સતત ઘટાડો, 30 લાખને આપવામાં આવી રસી


સાંસદોને આ ભાવ પર મળશે થાળી
સાંસદો માટે શાકાહીર થાળીની (vegetarian platter) કિંમત 100 રૂપિયા હશે જેમાં કઢાઈ પનીર, મિક્સ વેજ ડ્રાય, ભાજી, દાળ સુલ્તાની, મટર પુલાવ, રોટલી, સલાડ, કાકડી ફુદીનાનું રાયતું, પાપડ અને કાલા જામ સામેલ છે. ત્યારે મિની શાકાહારી થાળી 50 રૂપિયામાં મળશે. તેમાં મિક્સ વેજ ડ્રાય, ભાજી, દાળ સુલ્તાની, જીરા પુલાવ, રોટલી, સલાડ, કાકડી ફુદીનાનું રાયતું અને પાપડ સામેલ હશે.


આ પણ વાંચો:- Blast In Delhi: દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક IED બ્લાસ્ટ, 4થી 5 કાર ક્ષતિગ્રસ્ત


આ હશે નાસ્તાનું મેનૂ
આ ઉપરાંત હોટલ તરફથી સાંસદો માટે એક 'એ લા કાર્ટે' (A la carte) મેનૂ પણ રાખવામાં આવશે જેમાં ફૂડની 13 આઇટમ હશે. આ મેનૂમાં નાસ્તા ઉપરાંત 7 પ્રકારનું શાકાહારી ફૂડ હશે. આ મેનૂમાં નાની અને મોટી થાળી હશે. નાસ્તામાં 25 રૂપિયામાં ઉપમા, 50 રૂપિયામાં પનીર પકોડા, 10 રૂપિયામાં સમોસા અને કચોરી ઉપરાંત તમામ ખાવાની વસ્તુઓ સામેલ હશે.


Budget 2021 ના અન્ય સમાચાર વાંચવા ક્લિક કરો...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube