ઝી બ્યૂરો, અમદાવાદઃ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થનાર છે. ત્યારે બજેટ પર દરેક વર્ગની અપેક્ષાઓ જોડાયેલી હોય છે, ખાસ કરીને મહિલાઓની. કારણકે મહિલાઓ બજેટના આધારે ઘર-પરિવારનું સંચાલન કરે છે. આખા પરિવારનું સંચાલન જ્યારે મહિલાના હાથમાં હોય ત્યારે તેના પર ઘણી જવાબદારીઓ હોય છે. 2021-22નાં બજેટમાં મહિલાઓને આશા હોય છે કે બજેટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે કે તેમના પરિવારનું બજેટ ન ખોરવાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના નાણાં મંત્રી જ્યારે મહિલા છે અને 1 ફેબ્રુઆરીએ વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે મહિલાઓને આશા છે કે, આ વર્ષનું બજેટ મહિલાઓની પ્રગતિ, ઉત્કર્ષ અને વિકાસમાં મદદરૂપ બને તે પ્રકારનું હોવુ જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમ દેશનાં તમામ વર્ગના લોકો માટે યોજના બનાવી રહ્યા છે. ત્યારે મહિલાઓ પણ આ વર્ષનું બજેટ પણ પોતાનુ ઉત્કર્ષ કરનાર હોવાની આશા સેવી રહી છે.


2021-22નાં બજેટનો બોજ ખિસ્સા પર ન પડે
રોજિંદા જીવનની વસ્તુઓના ભાવ પોસાય તેવા હોવા જરૂરી છે. કારણકે દેશનો મોટાભાગનો વર્ગ મધ્યમ છે. રોજબરોજ વપરાતી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચશે તો ચોક્કસથી તેમના ખિસ્સાને અસર પડશે. કુટુંબને સાચવવાની, ઘરખર્ચ સંભાળવાની જવાબદારી સ્ત્રીઓની હોય છે. એવામાં નોકરી ગુમાવનાર તથા નીચા વેતનદરે કામ કરનાર મહિલાને પણ બજેટ મહિલાલક્ષી હોવાની અપેક્ષા છે.


બાળકોના શિક્ષણ ખર્ચમાં રાહતની છે આશા
2020નું આખુ વર્ષ કોરોના મહામારીમાં પસાર થયુ એમ કહેવુ બિલકુલ પણ ખોટુ નથી. કોરોના સમયગાળામાં મોટાભાગના લોકોના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. એવામાં રોજ કમાઈને રોજ ગુજરાન ચલાવનારા, લારી-પાનનાં ગલ્લા પર નિર્ભર રહેતા લોકોની હાલત તો પડ્યા પર પાટુ મારવા જેવી થઈ છે. એવામાં લોકોને વર્ષ 2021-22ના બજેટમાં કંઈક સારુ હોવાની આશા સેવાઈ રહી છે. ગરીબ-મધ્યમ વર્ગના બાળકને બજેટમાં શિક્ષણને લગતી કોઈ મહત્વની જોગવાઈ હોવાની આશા છે. જેથી તેમના બાળકો કે જેઓ આવતીકાલનું ભારત છે તેઓ સારુ શિક્ષણ મેળવી શકે.


ઉદ્યોગ સાહસિક મહિલાઓની બજેટ અંગે અપેક્ષા
મહિલાઓ આજકાલ તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે. જ્યના કુલ જીડીપીમાં 13 ટકાથી વધુ હિસ્સો મહિલાઓનો છે ત્યારે મહિલા ઉદ્યોગકારોને આશા છે કે વર્ષ 2021-22ના બજેટમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે અને રેડ કેપિઝમ ઘટે. ઉદ્યોગોને વિકસિત કરવા માટે કેપિટલ-વ્યાજ સબસીડીમાં વધુ રાહત મળે તેવો આશાવાદ મહિલા ઉદ્યોગકારો ધરાવી રહ્યા છે.