નવી દિલ્હી: Budget 2022 : બજેટ રજૂ થતાં પહેલા અને બજેટની રજૂઆત દરમિયાન જે મુદ્દો સૌથી વધુ ચર્ચામાં આવે છે તે છે 'ઈન્કમ ટેક્સ સ્લેબ'. આ બજેટનો એવો વિષય બની રહ્યો છે, જેના પર દરેક સામાન્ય અને ખાસની નજર ટકેલી રહેતી હોય છે. આ વખતે 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલા, નોકરિયાત વર્ગ ઇનકમ ટેક્સના સ્લેબમાં ફેરફારની અપેક્ષા રાખી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝાદી પહેલા જ શરૂ થયો હતો ટેક્સ
ટેક્સપેયર્સને આશા છે કે નાણામંત્રી ચોક્કસપણે આવકવેરા સ્લેબ વિશે વિચારશે જે છેલ્લા આઠ વર્ષથી બદલાયો નથી. ટેક્સ અંગે કોઈ નિશ્ચિત નિયમ નથી. સરકાર દ્વારા સમયાંતરે તેમાં ફેરફાર કરવામાં આવે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે આઝાદી બાદથી દરેક સરકાર ટેક્સ લેતી આવી છે. કહેવાય છે કે આઝાદીના 82 વર્ષ પહેલા આવક પર ટેક્સની સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી.

Budget 2022 : મોદી રાજમાં તૂટી બજેટ સાથે જોડાયેલી આ 5 પરંપરા, કેટલીક તો અંગ્રેજોના જમાનાથી ચાલતી હતી


1949-50 ના બજેટમાં નક્કી થયા ઇનકમ ટેક્સના દર
આઝાદે પછી ભારતમાં પ્રથમ વખત 1949-50 ના બજેટમાં આવકવેરાના દરો નક્કી કરવામાં આવ્યા હતા. અગાઉ 10 હજાર સુધીની વાર્ષિક આવક પર 4 પૈસા ટેક્સ ભરવો પડતો હતો. બાદમાં તેને 10,000 રૂપિયા સુધીની આવક પર 3 પૈસા કરવામાં આવી હતી. તે જ સમયે, 10 હજારથી વધુની કમાણી કરનારાઓએ ટેક્સ તરીકે 1.9 આના ચૂકવવાના હતા.


1,500 રૂપિયા સુધીની આવક હતી ટેક્સ ફ્રી
1949-50 ના બજેટમાં આવકવેરાના દરો નક્કી કર્યા પછી 1,500 રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડતો ન હતો. આ બજેટમાં 1,501 થી 5,000 રૂપિયા સુધીની આવક પર 4.69 ટકા આવકવેરાની જોગવાઈ હતી. તે જ સમયે, 5,001 થી 10,000 રૂપિયા સુધીની આવક પર 10.94 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો.

Petrol ખરીદતાં પહેલાં બતાવવું પડશે આ સર્ટિફિકેટ, ટૂંક સમયમાં નિર્ણય પર લાગી શકે છે મોહર


સૌથી વધુ 31.25 ટકા ટેક્સ
આ ઉપરાંત, 10,001 થી 15,000 રૂપિયાની વચ્ચેની કમાણી કરનારાઓએ 21.88 ટકાના દરે આવકવેરો ચૂકવવો પડતો હતો. 15,001 રૂપિયાથી વધુ કમાણી કરનારાઓ માટે આવકવેરાનો સ્લેબ 31.25 ટકા હતો. જે બાદ ટેક્સના નિયમોમાં દર વર્ષે ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે ટેક્સ ફ્રી આવકની મર્યાદા વધીને 2.5 લાખ થઈ ગઈ છે.


હાલ ઇનકમ ટેક્સ દર
- 2.5 લાખની આવક ટેક્સ ફ્રી
- 2.5 લાખથી 5 લાખ રૂપિયાની આવક પર 5%
- 5 લાખથી 7.5 લાખ રૂપિયાની આવક પર 10%
- 7.5 લાખથી 10 લાખ રૂપિયાની આવક પર 15 ટકા
- 10 લાખથી 12.5 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ
- 12.5 લાખથી 15 લાખ રૂપિયાની આવક પર 25%
- 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube