નવી દિલ્હીઃ કોવિડ મહામારી (Covid Pandemic) થી દેશમાં ઘણા ફેરફાર થયા છે. બાળકોની સ્કૂલથી લઈને નોકરી સુધી ઘરે (Work from home) થી ચાલી રહી છે. વર્ક ફ્રોમ હોમના વધતા ચલણ વચ્ચે નોકરી કરતા લોકોના ઘણા પ્રકારના ખર્ચ વધી ગયા છે. ઇન્ટરનેટ, ટેલીફોન, ફર્નીચર અને વિજળી પર તેની સૌથી વધુ અસર જોવા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી રાહત મળવાની આશા
કોરોના મહામારી પહેલાં આ પ્રકારના ખર્ચોની ચિંતા નહોતી. તેવામાં આ વખતે બજેટમાં વર્ક ફ્રોમ હોમ કરનારને મોટી રાહત મળવાની આશા છે. છેલ્લા કેટલાક વર્ષોના કેન્દ્રીય બજેટમાં નોકરી કરતા વર્ગને ખાસ રાહત આપવામાં આવી નથી. તેવામાં વર્ક ફ્રોમ હોમ કરનારને મોટી ભેટ મળી શકે છે. 


આ પણ વાંચોઃ કંગાળ દેશોની કહાની! અહીં 10 લાખમાં મળે છે ખાલી એક ટામેટું! જાણો પાકિસ્તાનના PM ની ઉંઘ કેમ થઈ હરામ


વર્ક ફ્રોમ હોમ એલાઉન્ટ આપવાની માંગ
હકીકતમાં પાછલા દિવસોમાં ટેક્સ સર્વિસ અને ફાઇનાન્શિયલ સર્વિસ આપનારી કંપની Deloitte India એ નોકરી કરતા લોકોને વર્ક ફ્રોમ હોમ એલાઉન્સ આપવાની માંગ કરી છે. માંગમાં કહેવામાં આવ્યું છે કે જો સરકાર સીધી રીતે એલાઉન્સ ન આપી શકે તો આવકવેરામાં છૂટની જોગવાઈ કરે. ડેલોએટે બ્રિટનમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો ઉલ્લેખ છે. 


ICAI એ પણ આવી ભલામણ કરી
Deloitte India ની માંગ પર નાણામંત્રીએ વિચાર કર્યો તો ઘરેથી કામ કરતા કર્મચારીઓને 50 હજાર રૂપિયા સુધીનું વર્ક ફ્રોમ હોમ એલાઉન્સ મળી શકે છે. આ રીતે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ પણ બજેટને લઈને આ પ્રકારની ભલામણ કરી છે. 


આ પણ વાંચોઃ કર્મચારીઓને મળી ભેટ! DA માં થયો 3 ટકાનો વધારો, સરકારે કરી જાહેરાત


સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં થઈ શકે છે વધારો
ICAI તરફથી પણ તે માંગ કરવામાં આવી છે કે ટેક્સપેયર્સને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રિલીઝ આપવા માટે લિમિટ વધારવાની જરૂર છે. ઇનકમ ટેક્સ હેઠળ હાલ સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 50 હજાર રૂપિયા છે. તેને વધારીને 1 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. 


તમને જણાવી દઈએ કે આવકવેરાની કલમ 10 હેઠળ કરદાતાઓને કેટલીક છૂટ આપવામાં આવે છે. આ નિયમ ઘણો જૂનો છે. મોંઘવારીને જોતા 50 હજારની મર્યાદા ઘટી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કલમ 10 હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube