કંગાળ દેશોની કહાની! અહીં 10 લાખમાં મળે છે ખાલી એક ટામેટું! જાણો પાકિસ્તાનના PM ની ઉંઘ કેમ થઈ હરામ

આર્થિક કંગાળ દેશોની કહાની! શ્રીલંકામાં 100 ગ્રામ મરચાંની કિંમત 10 રૂપિયાથી વધીને 710 રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં દેશમાં એક કિલોગ્રામ બટાકાની કિંમત 200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

કંગાળ દેશોની કહાની! અહીં 10 લાખમાં મળે છે ખાલી એક ટામેટું! જાણો પાકિસ્તાનના PM ની ઉંઘ કેમ થઈ હરામ

નવી દિલ્લી: કોરોના મહામારીના કારણે અને ખોટી આર્થિક નીતિના કારણે કેટલાંક દેશોને કંગાળ થવાનો વારો આવ્યો છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાન અને શ્રીલંકા પણ તેનાથી દૂર નથી. કોઈ દેશમાં સિલિન્ડરની કિંમત 10,000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. તો કોઈ દેશમાં મરચાંની કિંમત 710 રૂપિયા થઈ ગઈ છે. ત્યારે આવો જાણીએ કે અતિ મોંઘવારીથી દુનિયાના કયા દેશ સૌથી વધારે પરેશાન છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીની ઉંઘ હરામ:
પાકિસ્તાનમાં રસોઈ ગેસની કિંમતમાં વધારાથી લોકો હેરાન પરેશાન છે. કેમ કે દેશમાં ઘરેલુ ગેસની કિંમત 2560 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે કમર્શિયલ સિલિન્ડરના ભાવ 9847 રૂપિયા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં દૂધના ભાવ 150 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં ખાંડની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. બીજીબાજુ ઘઉંની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. એટલું જ નહીં મટન, ચિકન, દાળ અને અન્ય વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. કિંમતોમાં જે રીતે વધારો  થઈ રહ્યો છે તેનાથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સ્વીકાર કરવો પડ્યો કે તેમનો દેશ અતિ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમના દેશમાં કોમોડિટી અને ઈંધણની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને વધતી મોંઘવારીથી તેમને ઉંઘ આવતી નથી.

કોરોનાએ શ્રીલંકાની કમર તોડી નાંખી:
કોરોનાના કારણે શ્રીલંકાની ઈકોનોમી સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. દેશમાં મોંઘવારી ચરમ સીમાએ પહોંચી ગઈ છે. અને ખાવા-પીવાની વસ્તુની કિંમત આસમાને છ. વિશ્વ બેંકનું અનુમાન છે ક મહામારી શરૂ થવાથી અત્યાર સુધી પાંચ લાખથી વધારે લોકો ગરીબી રેખાની નીચે પહોંચી ગયા છે. રિપોર્ટ્સ પ્રમાણે શ્રીલંકામાં નવેમ્બર 2021થી ડિસેમ્બર 2021ની વચ્ચે ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 15 ટકા વધી છે. શાકભાજીના ભાવમાં વધારો તેનું મુખ્ય કારણ છે. શ્રીલંકામાં 100 ગ્રામ મરચાંની કિંમત 18 રૂપિયાથી વધીને 710 રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં એક કિલો બટાકા 200 રૂપિયા, એક કિલો રીંગણ 160 રૂપિયા, ભીંડા 200 રૂપિયા અને ગાજર કિલોગ્રામના 200 ભાવ થઈ ગયા છે.

વેનેઝુએલામાં પણ છે ખરાબ સ્થિતિ:
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં 2021માં વાર્ષિક મોંઘવારી દર 686.4 ટકા પર રહ્યો. 2020માં દેશમાં મોંઘવારી દર 2959.8 ટકા પર પહોંચી ગયો હતો. જેના કારણે ખાવા-પીવાની વસ્તુના ભાવ એ હદે વધી ગયા હતા કે લોકો તેની સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. 2019માં દેશમાં 5 ટામેટાની કિંમત 50 લાખ બોલિવર પર પહોંચી ગઈ હતી.

સીરિયામાં પણ ઓછી નથી મોંઘવારી:
સીરિયામાં ઈંધણની કિંમતમાં વધારાથી શાકભાજી અને ફળના ભાવમાં 15 ટકાથી વધારેનો વધારો થયો છે. દેશમાં સબસિડી વિનાનું ડીઝલ 1700 સીરિયન પાઉન્ડ પર પહોંચી ગયું. આજ રીતે સબસિડી વિનાનું 90 ઓક્ટેન ગેસોલિનની કિંમત 2500 સીરિયન પાઉન્ડ થઈ ગયું. દેશમાં મોંઘવારીની સ્થિતિ એ છે કે ગયા વર્ષે સીરિયાએ પાંચ હજાર સીરિયાઈ પાઉન્ડની નોટ જાહેર કરી. આ જ પ્રમાણે આફ્રિકી દેશ સુદાનમાં પણ મોંઘવારી ચરમ પર છે. દેશમાં ખાંડ અને ઘઉંના ભાવ વધી ગયા છે. આ જ પ્રમાણે યમન અને સીરિયામાં પણ ખાવા-પીવાનો સામાન ઘણો મોંઘો થઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news