Budget 2023: બજેટ બાદ શું-શું થશે સસ્તું-મોંઘુ? 35 વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી
Budget 2023: એક ફેબ્રુઆરી 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સવારે બજેટ રજૂ કરશે. એવી શક્યતા છે કે અલગ અલગ સેક્ટર્સમાં કેટલીક આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે. જે અનિવાર્ય જરૂરિયાતોના સામાનની શ્રેણીમાં આવતા નથી.
આત્મનિર્ભર ભારતની મુહિમને મજબૂતઅને તેજ કરવા માટે આ વખતના બજેટમાં આયાત કરવામાં આવતી અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત થઈ શકે છે. આ પગલાંથી સરકારની મેક ઈન ઈન્ડિયા મુહિમને મદદ મળશે અને ઘરેલુ મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન મળશે. આયાત ઓછી કરીને ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર 35 જેટલી વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની તૈયારી કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક આઈટમ, પ્લાસ્ટિકના સામાન, જ્વેલરી, હાઈ ગ્લોસ પેપર, અને વિટામિન જેવી વસ્તુઓ સામેલ છે.
મંત્રાલયોની ભલામણ બાદ બની યાદી?
સરકારની જે વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની યોજના છે તેમની યાદી અલગ અલગ મંત્રાલયો પાસેથી મળી છે. આ યાદીની સમીક્ષા બાદ માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં સરકારે 35 એવી વસ્તુઓ છે જેના પર કસ્ટમ ડ્યૂટી વધારવાનું મન બનાવી લીધુ છે. જેવું એક કારણ એ છે કે આ સામાનના ભારતમાં નિર્માણને પ્રોત્સાહન આપવા માટે તેની આયાતને મોંઘી કરવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે અનેક મંત્રાલયોને એવા આયાત થતા બિન જરૂરી સામાનનું લિસ્ટ બનાવવાનું કહ્યું હતું જેના પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે.
આયાત મોંઘી કરવાથી ઓછી થશે ખાધ?
સરકાર ચાલુ વર્ષની ખાધને લઈને પણ આયાતને ઓછી કરવાની કોશિશોમાં લાગી છે. વાત જાણે એમ છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ચાલુ વર્ષની ખાધ 9 મહિનાના ઉચ્ચ સ્તરે 4.4 ટકા પર પહોંચી ગઈ. ડેલોયટે હાલમાં જ એક રિપોર્ટ બહાર પાડ્યો તેમાં કહ્યું હતું કે ચાલુ ખાતાની ખાધમાં વધારાની આશંકા યથાવત છે. વધતા ઈમ્પોર્ટ બિલના જોખમ ઉપરાંત, એક્સપોર્ટ ઉપર પણ 2023-24માં મોઘવારીનો ભાર પડવાની આશંકા છે. લોકલ ડિમાન્ડે જે પ્રકારે એક્સપોર્ટ ગ્રોથને પછાડ્યો છે તેનાથી અનુમાન છે કે મર્ચેન્ડાઈઝ ટ્રેન્ડ ડેફિસિટ 25 અબજ ડોલર પ્રતિ મહિનો રહી શકે છે. આ આંકડો ચાલુ ખાતાની ખાધને GDP ના 3.2 થી 3.4 ટકા બરોબર રાખવામાં સફળ થઈ શકે છે.
લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો
બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, ઘર ખરીદનારાઓને થશે મોટો ફાયદો!
પરણિત મહિલાઓમાં લોકપ્રિય બની રહી છે આ એપ! લફરા વધવા પાછળનું એક મોટું કારણ?
આયાત ઘટાડવાની નવી યોજના!
અલગ અલગ સેક્ટર્સમાં એવી આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે જે અનિવાર્ય જરૂરી સામાનોની શ્રેણીમાં આવતી નથી. આ ઉપરાંત સરકારે લો ક્વોલિટી પ્રોડક્ટ્સના ઈમ્પોર્ટને ઘટાડવા માટે અનેક સેક્ટર્સમાં માપદંડો નક્કી કર્યા છે. જેમાં સ્પોર્ટ ગુડ્સથી લઈને વુડન ફર્નીચર અને પોટેબલ પાણીની બોટલો સામેલ છે. આ ઘરેલુ અને ઈન્ટરનેશનલ બંને પ્રકારના મેન્યુફેક્ચર્સ માટે સમાન છે. આ સ્ટાન્ડર્ડના કારણે ચીનથી આવતા અનેક સસ્તા સામાનની આયાત ઘટી શકે છે. જે થોડા સમય માટે મોંઘો બની શકે છે.
મેક ઈન ઈન્ડિયા માટે વધશે આયાત ડ્યૂટી!
2014માં લોન્ચ કરાયેલા મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને વધુ મજબૂત કરવા માટે સરકાર આયાત ડ્યૂટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. ગત બજેટમાં પણ નાણામંત્રીએ નકલી જ્વેલરી, છત્રીઓ અને ઈયરફોન જેવા અનેક સામાન પર આયાત ડ્યૂટી વધારીને તેમના ઘરેલુ મેન્યુફેક્ચરીંગને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આવામાં આ વર્ષે પણ અનેક અન્ય સામાન પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધવું નક્કી છે અને પછી તેનો મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સને ફાયદો મળી શકે છે.
રત્ન અને આભૂષણ સસ્તા થઈ શકે
મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રત્ન અને આભૂષણ સેક્ટર માટે ગોલ્ડ અને કેટલાક બીજા સામાન પર આયાત ડ્યૂટી ઘટાડવાનું સૂચન આપ્યું છે. જેનાથી દેશના જ્વેલરી અને બીજા ફિનિશ પ્રોડક્ટની એક્સપોર્ટને વધારવામાં પ્રોત્સાહન મળશે. ગત વર્ષ બજેટમાં સરકારે સોના પર આયાત ડ્યૂટીને 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. સરકારે એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સેક્ટરમાં કસ્ટમ ડ્યૂટીને ખતમ કરી હતી.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube