Budget 2023: બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, આ વખતે ઘર ખરીદનારાઓ માટે થશે બલ્લે બલ્લે!

Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર તરફથી રજૂ થનારા આ અંતિમ પૂર્ણ બજેટથી લોકોને ખુબ આશાઓ છે. લોકો એવી આશા કરી રહ્યા છે કે બજેટ તેમની અપેક્ષાઓ પ્રમાણે હશે. નાણામંત્રીનું આ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ છે. 

Budget 2023: બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, આ વખતે ઘર ખરીદનારાઓ માટે થશે બલ્લે બલ્લે!

Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર તરફથી રજૂ થનારા આ અંતિમ પૂર્ણ બજેટથી લોકોને ખુબ આશાઓ છે. લોકો એવી આશા કરી રહ્યા છે કે બજેટ તેમની અપેક્ષાઓ પ્રમાણે હશે. નાણામંત્રીનું આ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ છે. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું કે, બજેટ અને હેતુઓને સંભાળવાની એક પ્રક્રિયા છે, જેમ કે રાજકોષીય સૂજબૂજ, મોંઘવારી વગર આર્થિક, બિનકર સ્ત્રોતોથી વધુ સંસાધન ભેગા કરવા અને જરૂરિયાતો મુજબ છૂટછાટ આપવી. 

નોકરીયાતોને મળી શકે છે આવકવેરામાં રાહત
તેમણે કહ્યું કે, આમ તો બધી ચીજો અલગ અલગ છે આથી નાણામંત્રી તમામ મોરચાઓ પર નિર્ણાયક રીતે આગળ વધવા માટે સૂજબૂજથી પગલાં ભરશે. લોકસભા ચૂંટણીઓ પહેલા અંતિમ પૂર્ણ બજેટ હોવાના કારણે સીતારમણ નોકરીયાત વર્ગ અને નાના વેપારીઓને આવકવેરામાં રાહત આપી શકે છે. લોકોને હાઉસિંગ પ્રોપર્ટી ખરીદવા માટે પ્રેરિત કરીને અને રિયલ એસ્ટેટ સેક્ટરને બૂસ્ટ આપવા માટે હોમ લોનમાં છૂટ મર્યાદા વધારવાની માંગણી પણ થઈ રહી છે. દેશમાં રોજગાર આપવાના મામલે ખેતી બાદ બીજા સ્થાને રિયલ એસ્ટેટ જ છે. 

એન્ડ્રોમેડા લોન્સ એન્ડ અપના પૈસાના કાર્યકારી ચેરમેન વી સ્વામીનાથને કહ્યું કે આગામી બજેટમાં સરકાર કરજ લેનારાઓને રાહત આપવા માટે નિર્ણય લઈ શકે છે. આશા છે કે સરકાર હોમ લોન વ્યાજ પર કપાત મર્યાદાને બે લાખથી ત્રણ લાખ કરવાની લાંબા સમયથી થઈ રહેલી પેન્ડિંગ માંગણી ઉપર પણ વિચાર કરશે. નોકરીયાતોને રાહત આપવા મામલે ટેક્સ કનેક્ટ એડવાઈઝરીના ભાગીદાર વિવેક જાલાને કહ્યું કે વ્યક્તિગત કર દરો તત્કાળ ઓછા કરવાની જરૂરિયાત થઈ છે. 
(ઈનપુટ- PTI) 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news