Budget 2024: એનડીએ સરકારનું પૂર્ણ બજેટ જુલાઈના મહિનામાં આવવાનું છે. 22 જુલાઈએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ એનડીએ સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. મોદી  3.0 (Modi 3.0) ના આગામી બજેટથી આ વખતે મધ્યમ વર્ગને ઘણી આશાઓ છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું કે આ બજેટમાં સરકાર ઘર ખરીદનારાને ભેટ આપી શકે છે. આ બજેટમાં સરકાર નવી હાઉસિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી હાઉસિંગ સ્કીમની જાહેરાત સંભવ
સૂત્રો પ્રમાણે આ વખતે બજેટમાં ઘર ખરીદનારાને મોટી રાહત મળી શકે છે. બજેટમાં સરકાર નવી હાઉસિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે. આ સિવાય ઘર ખરીદવા કે બનાવવા પર હોમ લોનના વ્યાજમાં છૂટ મળી શકે છે. આ સિવાય હોમ લોનના વ્યાજ પર 3-6% સુધીની વ્યાજ સબવેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી શકે છે. નવી સ્કીમમાં 50 લાખ રૂપિયા સુધીના મકાનો પર વ્યાજ સબવેન્શન સ્કીમની જાહેરાત કરી શકાય છે, આ પહેલા 18 લાખ રૂપિયા સુધીના મકાનો પર વ્યાજ સબવેન્શન સ્કીમ હતી. વ્યાજ સબવેન્શન સ્કીમ હેઠળ ઘરના કદ અંગે મુક્તિ પણ શક્ય છે. સરકાર સપ્ટેમ્બરથી નવી સ્કીમ શરૂ કરી શકે છે.


આ પણ વાંચો- 15 દિવસમાં સારી કમાણી કરવી છે, તો આ 5 શેરમાં લગાવો દાવ, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ


લોકો પાસે ઘર હોય તે સરકારની પ્રાથમિકતા
નોંધનીય છે કે દેશમાં બધાની પાસે પાક્કુ મકાન હોય તે પહેલાથી સરકારની પ્રાથમિકતામાં સામેલ છે. એનડીએ સરકારે પોતાની પ્રથમ બેઠકમાં લોકોને આ વાતનો ઈશારો કર્યો છે. મોદી 3.0 ની પ્રથમ કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ કિસાનો અને સામાન્ય લોકોની જરૂરીયાત સાથે જોડાયેલા નિર્ણય લીધા, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવવાની યોજનાને મંજૂરી આપી હતી.


સરકારે જૂન 2015માં PMAY ને લોન્ચ કરી હતી. આ સ્કીમ ગ્રામીણ ભારત અને શહેરી ભારત બંને જગ્યાએ ચલાવવામાં આવે છે. ગ્રામીણ ભારતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અને શહેરમાં તેને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (PMAY-U) તરીકે ચલાવવામાં આવે છે. પીએમ આવાસ યોજના હેઠળ સરકાર સબસિડી આપે છે. આ સબસિડી તેના ઘરના આકાર અને આવક પર નિર્ભર રહે છે. આ યોજના હેઠળ બેન્કોને ઓછા વ્યાજ દર પર હોમ લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્કીમ હેઠળ હોમ લોન ચુકવવાનો મહત્તમ પીરિયડ 20 વર્ષ છે. આંકડા જણાવે છે કે છેલ્લા 10 વર્ષમાં PMAY હેઠળ 4.1 કરોડથી વધુ ઘર બનાવવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ ટાટાના આ શેરમાં કમાણીની તક! એક સાથે 20 એક્સપર્ટ બોલ્યા- ખરીદો


કોણ લઈ શકે છે આ સ્કીમનો ફાયદો?
જે લોકોની વાર્ષિક આવક 18 લાખ રૂપિયા સુધી છે, તે આ સ્કીમનો ફાયદો લઈ શકે છે. EWS થી જોડાયેલા લોકો જેની આવક વર્ષે 3 લાખથી ઓછી છે તે પાત્ર છે. યોજનાનો લાભ લેવા માટે ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સાથે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. પરંતુ આ યોજનાનો લાભ ત્યારે આપવામાં આવે છે જ્યારે તમારી પાસે કોઈ મકાન ન હોય. જો તમારા પરિવારમાં કોઈ પાસે સરકારી નોકરી છે તો આ સ્કીમનો ફાયદો ન લઈ શકાય. આ સિવાય યોજનાનો લાભ તે પરિવારોને નહીં મળે જેણે ભારત સરકાર કે રાજ્ય સરકારની કોઈ આવાસ યોજનાનો લાભ લીધો હશે.


આ રીતે કરો અરજી
યોજનાનો લાભ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લઈ શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પર જવું પડશે. તો ઓફલાઈન અરજી કરવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં જવું પડશે. અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડે છે. જેમાં ઓળખ પત્ર, એડ્રેસ, આવકનું પ્રમાણ પત્ર, પાસપોર્ટ ફોટો અને સંપત્તિનો દસ્તાવેજ.