Budget 2024: નાણામંત્રીએ કરી દીધો સંકેત! બજેટમાં આ 4 ચીજો પર હોઈ શકે છે સરકારનું ફોકસ
Nirmala Sitaraman on Budget 2024: 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.
FM Nirmala Sitaraman on Budget 2024: 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા આ વચગાળાના બજેટમાં નાણામંત્રી કઇ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેના સંકેતો મળી રહ્યા છે. બજેટના એક સપ્તાહ પહેલા નાણામંત્રીનું એક નિવેદન એ વાતનું સંકેત આપી રહ્યું છે કે આ વખતના બજેટમાં સરકાર કઇ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. હિંદુ કોલેજમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રીએ જે કહ્યું તેમને બજેટના પૂર્વાવલોકન તરીકે જોવામાં આવી રહ્યું છે.
અંબાલાલે ફેબ્રુઆરી વિશે કર્યો વરતારો! તારીખો સાથે આગાહી, જાણો ક્યારે આવશે ઠંડી-વરસાદ
કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોઈપણ જાતિ, ધર્મ અથવા સમુદાયના ભેદભાવ વિના લોકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોના વિકાસની વાત કરી હતી. તેમણે કહ્યું કે, યુવાનો, મહિલાઓ, ખાદ્ય સુરક્ષા પ્રદાન કરનારાઓ, આપણા ખેડૂતો અને ગરીબોના વિકાસ પર સરકારનું ફોકસ રહેશે.
એક ન્યૂડ વીડિયો કોલમા અ'વાદના 15 વર્ષના સગીરે મોતને કર્યુ વ્હાલુ, જાણો દર્દનાક કહાની
નાણામંત્રીએ કહ્યું કે સરકારનું ધ્યાન કોઈપણ ધર્મ કે જાતિના આધારે ભેદભાવ કર્યા વિના તેમના વિકાસ અને ઉત્થાન પર રહેશે. તેમણે જણાવ્યું કે સરકારની કોશિશ સ્કિલ ડેવલોપમેન્ટ, કૃષિ સાધનોને વધુ વિકસાવવા તેમજ નાગરિકોને સારી આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે. તેમણે કહ્યું કે આપણે બધાએ ભારતને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
મહાશિવરાત્રિની આ તારીખ નોંધી લો; ગુપચૂપ આ 3 ચમત્કારિક ઉપાય કરજો, દોડવા લાગશે કિસ્મત
નાણામંત્રીના આ વિચારોને બજેટ સાથે જોડવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સરકાર વચગાળાના બજેટમાં આ ચાર શ્રેણીઓ પર ધ્યાન આપી શકે છે. બજેટમાં આ વર્ગોને નાણાકીય સહાય પૂરી પાડવા અને યુવાનો માટે કૌશલ્ય પ્રશિક્ષણ દ્વારા રોજગારની નવી તકો ઊભી કરવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
આ તારીખે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ,આ 5 રાશિના લોકોને બદલાઈ જશે કિસ્મત, થશે આ લાભ