અંબાલાલ કાકાએ ફેબ્રુઆરી વિશે કર્યો વરતારો! તારીખો સાથે કરી આગાહી, જાણો ક્યારે આવશે ઠંડી અને વરસાદ

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હાલ ગુજરાતના અનેક શહેરો રીતસરના ઠુઠવાયા છે. પરંતુ ઠંડી વચ્ચે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહીં, જાન્યુઆરીના બાકીના દિવસો અને ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ગરમીનું તેના વિશે વરતારો કર્યો છે.

1/6
image

આ વખતે અલનીનોની અસર અને સમુદ્ર ગરમ હતા, જેના કારણે વાતાવરણમાં પલટા આવી રહ્યા છે. મજબૂત પશ્ચિમિ વિક્ષેપ આવી રહ્યા છે કે ફેબ્રુઆરીમાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવી રહ્યુ છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમ વર્ષા નથી થઇ તો હિમ વર્ષા પણ થશે. જોકે, આગાહી એવી છે કે, આ ઠંડી બહુ લાંબો સમય નહિ રહે. અંબાલાલ પટેલે કહ્યું કે, હવે તાપમાનમાં વધારો થશે. હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈરહ્યો છે. પરંતું આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે. 

2/6
image

અંબાલાલ પટેલે 26થી 31 જાન્યુઆરીમાં વાદળો આવશે તેવી આગાહી કરી છે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે. ઉત્તરભારતમાં પવનના તોફાનો, કરા, ભારે બરફ વર્ષા થશે જેની અસર પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ઉત્તર અને પશ્ચિમના ભોગો ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેવાની છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, તારીખ 27થી 31 જાન્યુઆરીમાં આ સ્થિતિ થવાની સંભાવના છે.

હિમવર્ષાનો રાઉન્ડ આવશે

3/6
image

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે

4/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 

5/6
image

ફેબ્રુઆરી-માર્ચમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી આવશે પરંતુ આ ઠંડીનો રાઉન્ડ એવો હશે કે, ઉષ્ણતામાનમાં વધારો થશે. સવારે અને સાંજે હાડ કંપાવતી ઠંડી પડશે અને બપોરે ગરમી રહેશે. જેના કારણે રોગિષ્ઠ હવામાન રહેશે. ફેબ્રુઆરી માસમાં બેથી ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષેપના આવવાના રહેશે. આ સાથે પ્રથમ સપ્તાહમાં અને ત્યારબાદ પણ ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જેવી ઠંડી નથી પડી તેવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીમાં વાદળો આવશે અને ધીરે ધીરે ઠંડી ઘટતી જશે.

હવામાન વિભાગની આગાહી

6/6
image

હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે.