Budget: પેન્શનમાં ફેરફારની તૈયારી, સરકારી કર્મચારીઓને મળી શકે છે સૌથી મોટી ભેટ
NPS News: મોદી સરકાર બજેટ દ્વારા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. રિપોર્ટ અનુસાર એનપીએસમાં સરકાર ફેરફાર કરવા જઈ રહી છે. સરકારી કર્મચારીઓને છેલ્લા પગારનો 50 ટકા ભાગ રેગુલર પેન્શન તરીકે આપી શકાય છે.
Budget Exmectations: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. સરકારી કર્મચારીઓને આ બજેટમાંથી મોટી આશા છે. રિપોર્ટ અનુસાર સરકારી કર્મચારીઓને બજેટ દ્વારા મોદી સરકાર મોટી ભેટ આપી શકે છે.
એનપીએસમાં થશે સુધાર!
રિપોર્ટ અનુસાર સરકાર એનપીએસમાં મોટો સુધાર કરવા જઈ રહી છે. બજેટમાં સરકાર તરફથી ફિક્સ્ડ પેન્શનની જાહેરાત કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર એનપીએસ સબ્સક્રાઇબ કરનાર સરકારી કર્મચારીઓને સરકાર છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે આપી શકે છે. જો આ જાહેરાત થાય છે તો સરકારી કર્મચારીઓને મોટી રાહત મળશે. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓનો એક મોટો વર્ગ સતત જૂની પેન્શન કે એનપીએસમાં સુધારની માંગ કરી રહ્યો છે.
25થી 30 વર્ષમાં મળી શકે છે એનપીએસ
અત્યાર સુધી 2004 બાદ નિમણૂંક થનાર સરકારી કર્મચારીઓએ એનપીએસ સબ્સક્રાઇબ કરવાનું થતું હતું. તેવામાં જો કોઈ સરકારી કર્મચારી 25થી 30 વર્ષ સુધી એનપીએસમાં કોન્ટ્રીબ્યૂટ કરે છે તો તેને હાઈ રિટર્ન મળી શકે છે. નોંધનીય છે કે એનપીએસમાં સરકારી કર્મચારી પોતાના બેસિક પગારના 10 ટકા અને સરકાર તરફથી બેસિક સેલેરીના 14 ટકાનું યોગદાન આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ ₹5,00,000 ને ₹15,00,000 બનાવી દેશે આ સ્કીમ, બસ સમજી લો આ ટ્રિક
શું છે એનપીએસ સ્કીમ?
એનપીએસ એક સરકારી યોજના છે. આ યોજના હેઠળ કર્મચારીઓએ નિયમિત યોગદાન આપવાનું હોય છે. મેચ્યોરિટી સમયે ફંડનો 60 ટકા ભાગ કર્મચારી ઉપાડી શકે છે. તો 40 ટકાનું પેન્શન ફંડ ખરીદવું પડશે. જેનાથી રેગુલર પેન્શન કર્મચારીઓને મળતું રહેશે.
ઓપીએસની જૂની માંગ
ઓલ્ડ પેન્શનની માંગ સરકારી કર્મચારીઓની ખુબ જુની છે. ઓલ્ડ પેન્શન સ્કીમમાં સરકાર તરફથી સરકારી કર્મચારીઓને ફિક્સ્ડ પેન્શન મળે છે. સાથે સરકાર તરફથી મોંઘવારી રાહત મળી શકે છે.