₹5,00,000 ને ₹15,00,000 બનાવી દેશે આ સ્કીમ, બસ સમજી લો આ ટ્રિક.. બાળકોના ભવિષ્ય માટે સુપરહિટ સાબિત થશે

જો તમે એક સાથે રકમ રોકાણ કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો. અહીં તમે એક સાથે જમા કરાવેલી રકમને ત્રણ ગણી પણ કરી શકો છો. જાણો પાંચ લાખને 15 લાખથી વધુ બનાવવાની રીત...
 

₹5,00,000 ને ₹15,00,000 બનાવી દેશે આ સ્કીમ, બસ સમજી લો આ ટ્રિક.. બાળકોના ભવિષ્ય માટે સુપરહિટ સાબિત થશે

Post Office Scheme: જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે, ત્યારે દરેક માતાપિતા વિચારે છે કે તેઓ તેને સંઘર્ષ કરવા દેશે નહીં અને તેને શ્રેષ્ઠ જીવન આપશે. આ કારણે, તેમના બાળકોના જન્મ સાથે, માતાપિતા પણ વિવિધ પ્રકારના નાણાકીય આયોજન શરૂ કરે છે. કેટલાક લોકો બાળકના નામ પર PPF, સુકન્યા જેવી યોજનાઓમાં રોકાણ કરવાનું શરૂ કરે છે, જ્યારે કેટલાક લોકો બાળકની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એકમોટી રકમ ક્યાંક રોકાણ કરે છે.

જો તમે પણ એક સાથે રકમ રોકાણ કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ એટલે કે Post Office FD માં લગાવો. પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની એફડી પર બેન્કોની તુલનામાં સારા વ્યાજનો ફાયદો મળી રહ્યો છે. આ સ્કીમ દ્વારા જો તમે ઈચ્છો તો રકમને ત્રણ ગણાથી વધારે બનાવી શકો છો એટલે કે જો તમે ₹5,00,000 નું રોકાણ કરો છો તો તેને ₹15,00,000 થી વધુ બનાવી શકો છો. જાણો કઈ રીતે થશે આ કામ...

આ રીતે બનશે 5 લાખના 15 લાખ
5 લાખના 15 લાખ બનાવવા માટે તમારે પોસ્ટ ઓફિસની એફડીમાં સૌથી પહેલા 5 લાખનું રોકાણ પાંચ વર્ષ માટે કરવું પડશે. 5 વર્ષની એફડી પર પોસ્ટ ઓફિસ 7.5 ટકા વ્યાજ આપી રહી છે. તેવામાં વર્તમાન વ્યાજ દરની સાથે કેલકુલેટ કરવા પર 5 વર્ષ બાદ મેચ્યોરિટી અમાઉન્ટ બનશે 7,24,974 રૂપિયા, આ રકમને ઉપાડવાની નથી, પરંતુ આગામી 5 વર્ષ માટે ફિક્સ કરાવી દેવાની છે. આ રીતે 10 વર્ષમાં તમારા 5 લાખ રૂપિયા પર વ્યાજ દ્વારા 5,51,175 રૂપિયાની કમાણી થશે અને તમારી રકમ 10,51,175 રૂપિયા થઈ જશે. આ રકમ ડબલ કરતા વધારે છે.

પરંતુ તમારે આ રકમને ફરી 5 વર્ષ માટે ફિક્સ કરાવી દેવાની છે એટલે કે 5-5 વર્ષ માટે બે વખત ફિક્સ કરાવવી પડશે, આ રીતે તમારૂ અમાઉન્ટ કુલ 15 વર્ષ સુધી જમા રહેશે. 15માં વર્ષ પર તમે મેચ્યોરિટીના સમયે 5 લાખના રોકાણ પર 10,24,149 રૂપિયાની કમાણી માત્ર વ્યાજથી થશે. એટલે કે તમને કુલ  15,24,149 રૂપિયા મળશે. સામાન્ય રીતે બાળકો માટે પૈસાની જરૂર ટીનએજ પર વધે છે. તેવામાં આ 15 લાખ રૂપિયાને તમે તેના ભવિષ્ય માટે ખર્ચ કરી શકો છો.

આ નિયમ સમજી લો
15 લાખ રૂપિયાની રકમ ઉમેરવા માટે તમારે પોસ્ટ ઓફિસ FDને બે વાર લંબાવવી પડશે. કેટલાક નિયમો છે જે તમારે સમજવા જોઈએ. 1 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી મેચ્યોરિટીની તારીખથી 6 મહિનાની અંદર લંબાવી શકાય છે, 2 વર્ષની એફડી પાકતી મુદતના 12 મહિનાની અંદર લંબાવવાની હોય છે. જ્યારે 3 અને 5 વર્ષની એફડી વધારવા માટે, પાકતી મુદતના 18 મહિનાની અંદર પોસ્ટ ઓફિસને જાણ કરવાની રહેશે. આ સિવાય, ખાતું ખોલતી વખતે, તમે પાકતી મુદત પછી એકાઉન્ટ એક્સટેન્શન માટે પણ વિનંતી કરી શકો છો. પરિપક્વતાની તારીખે સંબંધિત TD ખાતાને લાગુ પડતો વ્યાજ દર વિસ્તૃત અવધિ પર લાગુ થશે.

પોસ્ટ ઓફિસ TD નો વ્યાજદર
નોંધનીય છે કે બેન્કની જેમ પોસ્ટ ઓફિસમાં પણ તમને અલગ-અલગ ટેન્યોરની એફડીનો વિકલ્પ મળે છે. આ ટેન્યોર માટે અલગ-અલગ વ્યાજદર ઓફર કરવામાં આવે છે. વર્તમાન વ્યાજદર આ પ્રમાણે છે. 

એક વર્ષના ખાતા પર - વાર્ષિક 6.9% વ્યાજ
બે વર્ષના ખાતા પર - વાર્ષિક 7.0% વ્યાજ
ત્રણ વર્ષના ખાતા પર - 7.1% વાર્ષિક વ્યાજ
પાંચ વર્ષના ખાતા પર વ્યાજ - વાર્ષિક 7.5%

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news