નવી દિલ્હીઃ મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. બજેટ 23 જુલાઈએ રજૂ થવાનું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરી શકે છે. સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેના યોજના લાવી શકે છે. મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપી રહી છે. હવે કેન્દ્ર સરકાર પણ મધ્ય પ્રદેશ સરકારની યોજના દેશભરમાં લાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારના બજેટમાં મહિલાઓ માટે યોજના
આશા છે કે સરકાર 23 જુલાઈએ રજૂ થનાર બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેના યોજનાની જેમ કોઈ અન્ય યોજના લાવી શકે છે. સરકાર બજેટમાં ઈનકમ ટેક્સપેયર્સને રાહત આપવાની સાથે કિસાનો, યુવાઓ, મહિલાઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. સરકાર મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરી શકે છે. સરકાર મધ્યપ્રદેશ સરકારની લાડલી બહેના યોજનાની જેમ નવી યોજનાની જાહેરાત કરી શકે છે.


આ પણ વાંચોઃ 1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, જાણો રેકોર્ડ ડેટ


શું છે મધ્ય પ્રદેશ સરકારની લાડલી બહેના યોજના
મધ્યપ્રદેશની મુખ્યમંત્રી લાડલી બહેના યોજનામાં રાજ્યની 1.2 કરોડ મહિલાઓને દર મહિને 1250 રૂપિયા મળે છે. રાજ્ય સરકાર તેને વધારી 3000 રૂપિયા કરી શકે છે. લાડલી બહેના સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે વય મર્યાદા 23 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી દેવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા હવે 1.32 કરોડ પહોંચી ગઈ છે. આ યોજના હેઠળ કોઈપણ પરિવારની મહિલા અરજી કરી શકે છે. તેની શરત છે કે ઈનકમ ટેક્સ આપનાર મહિલાઓ કે જેના પરિવારમાં કોઈ ટેક્સ આપે છે તે તેના માટે અરજી કરી શકે નહીં.