ધાબળા, કોટ રાખજો તૈયાર, ગુજરાતમાં વધશે ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી

Coldwave Alert: હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
 

હવામાન વિભાગની આગાહી

1/5
image

ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંલાઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે.  

2/5
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આગામી સમયમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમણે કહ્યું કે બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

3/5
image

રાજ્યમાં તાપમાન અંગેની માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં પારો 15.8 ડિગ્રી પર પહોંચી ગયો છે. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન હાલ થોડું વધુ છે. પરંતુ આગામી બે-ચાર દિવસમાં તાપમાન ઘટવા લાગશે.

4/5
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે ગુજરાતમાં હાલ પવનો ઉત્તર તરફથી આવી રહ્યાં છે. જેથી ઠંડા પવનો આવશે. તેમણે કહ્યું કે અત્યારે રાજ્યમાં પવનો પૂર્વ તરફના છે. હવાની દિશા બદલાઈ ઉત્તર તરફની થશે, ઉત્તર ભારતમાંથી પવનો ફૂંકાશે, એટલે ગુજરાતમાં ઠંડી વધશે.

અંબાલાલની આગાહી

5/5
image

ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે. પરંતું અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે. કારણ કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.