નવી દિલ્હીઃ સરકાર ઈચ્છે કે નવા સ્ટાર્ટઅપ તૈયાર થાય. તેના માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં પણ મુકે છે. અને લોકોને પૈસા આપે છે. બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા ખુબ જ મહત્વના હોય છે. પરંતુ તે આવે ક્યાંથી?. પરંતુ  હાલ સરકાર એવી એવી અનેક યોજનાઓ અમલમાં લાવી છે તે પૈસાનું ટેન્શન દૂર કરી દેશે. સરકારની આ ખાસ યોજનાનું નામ છે PM સ્વનિધિ યોજના, આ સ્કીમનો ઉદ્દેશ ભારતમાં સ્ટ્રીટ વેન્ડર્સને નાણાંકિય સહયતા આપવાનો છે. આ યોજના જૂન 2020માં સ્ટ્રીટ વેન્ડર્સના આર્થિક સુધારાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. જે કોવિડને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વનિધિથી સમૃદ્ધી સુધીની સફર-
આ યોજના ડિસેમ્બર 2024 સુધી વધારી દેવામાં આવી છે. સરકારે ક્રમશ 10 હજાર અને 20 હજારની પહેલી અને બીજી સહાયતા સિવાય 50 હજારની ત્રીજી લોન આપવાની તૈયારી બતાવી છે. આનાથી દેશભરમાં યોજનાના તમામ લાભાર્થીઓ માટે સ્વનિધિથી સમૃદ્ધી સુધી પહોંચવાનું લક્ષ્ય રખાયું છે. 


વ્યાજ અને ગેરંટી વગર લોન મળી શકે છે-
કેન્દ્ર સરકાર શેરી વિક્રેતાઓને તેમનું કાર્ય શરૂ કરવા અને તેના વિસ્તરણ માટે વગર વ્યાજે રૂપિયા 50 હજાર સુધીની લોન આપે છે. આ સ્કીમની બીજી ઘણી ખાસ બાબતો છે, જેવી કે, તમારે કોઈ દસ્તાવેજની જરૂર નથી. એકવાર લોનની ચુકવણી કર્યા પછી, લાભાર્થીને બીજી વખત કોઈ પણ વ્યાજ દર વિના લોન તરીકે બમણી રકમ મળી શકે છે. યોજના હેઠળ લીધેલી લોનની રકમ એક વર્ષના સમયગાળામાં ચૂકવી દેવાની હોય છે. લોન માસિક હપ્તામાં પણ ચૂકવી શકાય છે.


PM સ્વાનિધિ યોજના આવી રીતે આપે છે લાભ-
- સમયસર લોનની ચુકવણી પર 7 ટકા વાર્ષિક વ્યાજની સબસિડી
-કેટલીક ડિજિટલ વ્યવહારો પૂર્ણ થવા પર દર વર્ષે રૂપિયા 1200 ચૂકવો
-પાછળથી તમે વધુ લોન મેળવી શકો છો.


લોન માટે કેવી રીતે કરશો અરજી?
આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડની કોપી, પાસબુકની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, આ એવા કેટલાક દસ્તાવેજ છે જે તમારી સાથે રાખો અને અને આ યોજનાનો લાભ લેવા માટે પહેલા સત્તાવાર વેબસાઈટ pmsvanidhi.mohua.gov.in પર જવું પડશે.