પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર મોટી દુર્ઘટના; એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત અનેક ઘાયલ
Helicopter Crash: આ ઘટનામાં 3 લોકોના મોતના સમાચાર છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયાના બે મહિના બાદ બની છે.
Trending Photos
Porbandar Coastguard Crash: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોસ્ટ ગાર્ડના એર એન્ક્લેવમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયાના બે મહિના બાદ બની છે. હાલ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટર ક્રેશ થતા જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી ગઇ છે.
#UPDATE | As per inputs, there were three personnel including two pilots in the chopper. All three have lost their lives in the incident: ICG Officials https://t.co/XyM9Hatola
— ANI (@ANI) January 5, 2025
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. હેલિકોપ્ટરમાં આગ લાગયા બાદ આગ બુઝાવાની કામગરી કરી હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જેમાં બે પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. કર્મચારીઓએ મૃતકોને તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના મૃતદેહને લઈ ગયા હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ દૂર દૂર સુધી ધુમાડો ફેલાઈ ગયો હતો.
મૃતક કોસ્ટગાર્ડ જવાનોના નામ
1. સુધીરકુમાર યાદવ ઉ.33
2. મનોજકુમાર ઉ.28
3. સૌરભ ઉ.41
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે