Business Idea: 50 હજારમાં શરૂ કરો 5 લાખવાળો આ બિઝનેસ, બાકી પૈસા આપશે સરકાર, થશે લાખોની કમાણી
આજકાલ આયુર્વેદિક ઉત્પાદનોનું વિશાળ બજાર છે. આવી સ્થિતિમાં, આ ક્ષેત્રમાં વ્યવસાયની વધુ સારી તક ઊભી થઈ છે. આ સ્વરોજગાર કરતા લોકોને સરકાર પણ મદદ કરી રહી છે.
નવી દિલ્હીઃ Business Idea: દેશમાં આયુર્વેદ અને યોગની પ્રેક્ટિસ વધી છે. કોઈપણ આડઅસર વિના સારવારની વર્ષો જૂની પદ્ધતિએ વિશ્વભરમાં નામના મેળવી છે. ઝડપી રાહત માટે ટેબ્લેટ/કેપ્સ્યુલ્સ વગેરેના ઉત્પાદન માટે આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ વધ્યો છે. આજકાલ આયુર્વેદિક ઉત્પાદનોનું વિશાળ બજાર છે. આવી સ્થિતિમાં, આ ક્ષેત્રમાં વ્યવસાયની વધુ સારી તક ઊભી થઈ છે.
શરૂ કરો મેડિકેટેડ ઓયલનો બિઝનેસ
જો તમારો બિઝનેસ કરવાનો પ્લાન છે તો તમે મેડિકેટેડ ઓયલ (Medicated Oil)બનાવવાનો કારોબાર શરૂ કરી શકો છો. યુનિટ લગાવવા માટે સરકાર પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP)હેઠળ 90% સુધી લોન અને 25 ટકા સુધી સબ્સિડી આપે છે.
આ પણ વાંચો- રેપો રેટની સીધી અસર હોમ લોન પર થશે, એક ક્લિકમાં જાણો રેપો રેટનું ગણિત...
તમારા ખિસ્સામાંથી લગાવો માત્ર 50500 રૂપિયા
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ મેડિકેટેડ ઓયલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેનો પ્રોજેક્ટ કોસ્ટ 50500 રૂપિયા છે અને પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ જો તમે લોન માટે અરજી કરો છો તો તમારા ખિસ્સામાંથી માત્ર 50500 રૂપિયા લગાવવા પડશે. બાકી 90 ટકા તમને લોન મળી જશે. પ્રોજેક્ટ કોસ્ટમાં 1000 વર્ગ ફુટ બિલ્ડિંગ શેડ, મશીનરી-ઇક્વિપમેન્ટ, વર્કિંગ કેપિટલ સામેલ છે. આ કોસ્ટમાં તમે દર વર્ષે લગભગ 95500 બોટલ મેડિકેટેડ ઓયલ તૈયાર કરી શકશો, જોની કુલ કિંમત 1261000 રૂપિયા થશે.
કેટલો થશે નફો
ફિક્સ્ડ કોસ્ટ અને વેરિએબલ કોસ્ટથી તમારૂ કોસ્ટ ઓફ પ્રોડક્શન 12.61 લાખ રૂપિયા થશે. 95500 બોટલ વેચવા પર તમારો કુલ વાર્ષિક સેલ 15 લાખ રૂપિયા થશે. તમને લગભગ 2.39 લાખનો નફો થઈ શકે છે. એટલે કે તમે દર મહિને આશરે 20 હજારની કમાણી કરી શકો છો.
આ પણ વાંચોઃ રેપો રેટ વધતા હોમ લોનનાં EMIમાં કેટલો વધારો થઈ શકે છે? આ રહી આખી ગણતરી
લઈ શકો છો ટ્રેનિંગ
સરકાર પ્રધાનમંત્રી રોજગાર જનરેશન પ્રોગ્રામ હેઠળ લોન આપતા પહેલા બિઝનેસ સંબંધિત ટ્રેનિંગ પણ આપે છે. તેમાં બિઝનેસના તમામ પાસાની સાથે મેનેજમેન્ટ અને સેલ્સના પાઠ પણ ભણાવવામાં આવે છે.
લોન માટે અહીં કરો અરજી
જો તે મેડિકેટેડ ઓયલ યુનિટ માટે લોન લેવા ઈચ્છો છો તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો કે તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.. https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube