1 ઓવરમાં ફટકાર્યા 6,6,6,6,6,6,6...ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો આ અનોખો વર્લ્ડ રેકોર્ડ
Unique Cricket Records: ટીમ ઈન્ડિયાના એક બેટ્સમેન એવો છે જેણે એક ઓવરમાં સળંગ 7 સિક્સર ફટકારવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. દુનિયાના કોઈપણ બેટ્સમેન માટે એક ઓવરમાં સળંગ 7 સિક્સર મારવી અશક્ય છે.
Trending Photos
Cricket Records: ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં નિયમો અનુસાર એક ઓવરમાં 6 બોલ હોય છે અને દરેક બોલ પર માત્ર એક સિક્સર મારી શકાય છે. તેથી એક ઓવરમાં વધુમાં વધુ 6 સિક્સર ફટકારી શકાય છે. પરંતુ, એક ટીમ ઈન્ડિયાનો એક એવો બેટ્સમેન છે જેણે એક ઓવરમાં સળંગ 7 સિક્સર ફટકારવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુનિયાના કોઈપણ બેટ્સમેન માટે એક ઓવરમાં સળંગ 7 સિક્સર મારવી અશક્ય છે. જોકે, ટીમ ઈન્ડિયાના આ બેટરે આ ચમત્કાર કરીને ઈતિહાસ રચ્યો.
ખૂંખાર બેટ્સમેને એક ઓવરમાં ફટકાર્યા સળંગ 7 સિક્સર
ભારતના દિગ્ગજ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 28 નવેમ્બર 2022 ના રોજ એક એવું પરાક્રમ કર્યું જેણે ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેને એક ઓવરમાં સળંગ 7 સિક્સર ફટકારી હોય. ઘરેલુ ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન આ અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ 28 નવેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાઈ હતી.
ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત બન્યો આ અસંભવ રેકોર્ડ
મહારાષ્ટ્ર તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સળંગ 7 સિક્સ ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડ આ ઓવરમાં સળંગ 7 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો હતો કારણ કે આ સમયગાળા દરમિયાન બોલરે નો બોલ પણ ફેંક્યો હતો. તે દરમિયાન ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશના લેફ્ટ આર્મ સ્પિનર શિવા સિંહને બરાબરનો ધોયો હતો. શિવા સિંહે આ ઓવરમાં એક નો બોલ સહિત કુલ 7 બોલ ફેંક્યા હતા. ઋતુરાજ ગાયકવાડે આ તમામ 7 બોલ પર સળંગ 7 સિક્સર ફટકારી હતી. શિવા સિંહની આ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે કુલ 43 રન બનાવ્યા હતા.
159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા
ઉત્તર પ્રદેશ સામેની આ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 159 બોલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડના બેટથી 10 ફોર અને 16 સિક્સર ફટકારવામાં આવી હતી. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે 6 ODI અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઋતુરાજ ગાયકવાડ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. ઋતુરાજ ગાયકવાડે 66 IPL મેચોમાં 2380 રન બનાવ્યા છે જેમાં 2 સદી અને 18 અડધી સદી સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે