Share Market Update: સોમવારે સ્ટોક માર્કેટ બંધ રહ્યાં બાદ મંગળવારે એટલેકે, આજે સવારે શરૂઆતમાં માહોલ જામ્યો હતો. સવારે લગભગ 400 અંકથી તેજીમાં હતુ બજાર. મંગળવારે તેજી સાથે ખુલેલું શેર બજાર બપોર થતા થતાં તો ધડામ દઈને પડ્યું. રોકાણકારોને આવ્યો રાતાપાણીએ રોવાનો વારો. શેરબજારમાં કડાકો...સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ્સ ઘટ્યો; દિવસની શરૂઆતમાં નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારના મજબૂત સંકેતોના આધારે ભારતીય શેરબજારમાં વધારો થવાની ધારણા છે. સોમવારે શેર અને ચલણ બજારો બંધ રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છે. ધુમ્મસની સૌથી વધુ અસર ટ્રાફિક પર પડી છે. હવામાન વિભાગે ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. ફ્લાઈટ્સ પણ કલાકો મોડી ઉપડી રહી છે. બીજી તરફ વૈશ્વિક બજારના મજબૂત સંકેતોના આધારે ભારતીય શેરબજારમાં ઉછાળો આવવાની ધારણા છે. સોમવારે શેર અને ચલણ બજારો બંધ રહ્યા હતા. શનિવારના ખાસ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 


નિફ્ટીનો ટોપ લુઝર શેર:
ઇન્ડસઇન્ડ બેંક
કોલ ઈન્ડિયા
ઓએનજીસી
SBI લાઇફ
અદાણી પોર્ટ


સેન્સેક્સ ટોપ ગેનર શેર:
સિપલા
સનફાર્મા
ભારતી એરટેલ
હીરો મોટોકોર્પ
ICICI બેંક


સેન્સેક્સના ટોપ લુઝર શેર:
ઇન્ડસઇન્ડ બેંક
એસબી આઈ
હિન્દુસ્તાન લીવર
એશિયન પેઇન્ટ
HDFC બેંક


સેન્સેક્સ ટોપ ગેનર શેર:
સનફાર્મા
ભારતી એરટેલ
ICICI બેંક
પાવર ગ્રીડ
બજાજ ફિનસર્વ


L&T ને ભારત અને વિદેશમાં મોટા કોન્ટ્રાક્ટ મળે છે-
Larsen & Toubro (L&T) ના એકમ હેવી એન્જીનિયરિંગને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘણા મોટા કોન્ટ્રાક્ટ મળ્યા છે. જોકે L&Tને કોન્ટ્રાક્ટની રકમની ખબર ન હતી, પરંતુ તે કોન્ટ્રાક્ટને 'મોટો' કહે છે જો તેની કિંમત રૂ. 1000 થી રૂ. 2500 કરોડની વચ્ચે હોય. L&T હેવી એન્જિનિયરિંગ (HE) ના મોડિફિકેશન, રિવેમ્પ એન્ડ અપગ્રેડ (MRU) બિઝનેસ સેગમેન્ટને તેમના નિર્ણાયક ડિબોટલનેકિંગ પ્રોજેક્ટ માટે મુખ્ય તેલ અને ગેસ ગ્રાહક પાસેથી મોટો કરાર મળ્યો છે, એમ કંપનીએ BSEને ફાઇલિંગમાં જણાવ્યું હતું.