Ambani-Adani Friendship: ધંધાની વાત આવે ત્યારે ગુજરાતીઓને કોઈ ના પહોંચે. આવા જ બે ગુજરાતીઓએ આજે દેશ અને દુનિયાભરમાં ઉદ્યોગક્ષેત્રે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. અહીં વાત થઈ રહી છે અંબાણી અને અદાણી ગ્રૂપની. અહીં વાત થઈ રહી છે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની. આ બે ગુજરાતીઓએએ પહેલીવાર બિઝનેસ સેક્ટરમાં સાથે કામ કરવા હાથ મિલાવ્યો અને શેરમાર્કેટમાં મચી ગઈ હલચલ. જીહાં શું છે આખી માહિતી વાંચો વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારો પણ એ જ રાહમાં બેઠાં


અંબાણી અને અદાણી જૂથ બિઝનેસ સેક્ટરમાં આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યું છે. ભાગ્યે જ એવું કોઈ સેક્ટર હશે જેમાં આ ગુજરાતીઓ ડિલ ન કરતા હોય. એવામાં બિઝનેસ ક્ષેત્રે થવા જઈ રહી છે નવી ક્રાંતિ. જીહાં, પહેલીવાર આ બન્ને ગ્રૂપે બિઝનેસ સેક્ટરમાં સામે ચાલીને એકબીજાને હાથ મિલાવ્યો છે. એકબીજા સ્પર્ધક ગણાતા આ બે ગુજરાતીઓ  શું હવે સાથે કામ કરતા દેખાશે? સવાલો અને ઉભા થાય છે. ત્યારે વધારે સસ્પેન્સ ન ક્રિએટ કરતા જાણી લઈએ કે કેમ અચાનક આ બન્ને ગ્રૂપ એક સાથે ચર્ચામાં આવ્યાં છે. દેશના ટોપ બિઝનેસ હાઉસ ગણાતા બન્ને ગુજરાતી એવા ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણીએ સૌ પ્રથમ વખત સહયોગ સાધ્યો છે. આ બન્ને ગ્રૂપ આગળ શું કરવાના છે એના પર સૌ કોઈની નજર છે, રોકાણકારો પણ એ જ રાહમાં બેઠાં છે.


રિલાયન્સ જૂથે ખરીદ્યો અદાણીના પાવર પ્રોજેક્ટનો હિસ્સોઃ
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદયો છે, અને પ્લાન્ટ્સને કેપ્ટિવ ઉપયોગ માટે 500 મેગાવોટ વીજળીનો ઉપયોગ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સ અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મહાન એનર્જી લિમિટેડમાં 5 કરોડ ઇક્વિટી શેર ખરીદશે, જેની ફેસ વેલ્યૂ રૂ. 10 એટલે (રૂ. 50 કરોડ) છે અને કેપ્ટિવ ઉપયોગ માટે 500 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરશે, એમ બંને કંપનીઓએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. 


એક યુનિટને કેપ્ટિવ યુનિટ બનાવવાની દરખાસ્ત


અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવર લિમિટેડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 500 મેગાવોટ માટે 20 વર્ષના લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગમાં અદાણી પાવરે જણાવ્યું હતું કે કંપનીની પેટાકંપની મહાન એનર્જી (MEL) એ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. MELની કુલ ઓપરેશનલ ક્ષમતા 2,800 MW છે. તેમાંથી 600 મેગાવોટના એક યુનિટને કેપ્ટિવ યુનિટ બનાવવાની દરખાસ્ત છે. મહાન એનર્જી લિમિટેડના 5 કરોડ શેર રિલાયન્સે 10 રૂપિયાની ફેસવેલ્યુએ ખરીદ્યાં છે. ઉલ્લેખનીય છેકે, 2022-23માં મહાન એનર્જીનું ટર્નઑવર 2,730.68 કરોડ હતું.


અદાણી-અંબાણીએ હાથ મિલાવતા થશે નવી ક્રાંતિઃ
આ બે ગ્રૂપ વચ્ચેનું મર્જર કહેવા કરતા બન્ને ગ્રૂપ વચ્ચે પાવર-એનર્જી સેક્ટરમાં સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ થયું હોવાનું કહેવું વધુ હિતાવહ રહેશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદયો છે, અને પ્લાન્ટ્સને કેપ્ટિવ ઉપયોગ માટે 500 મેગાવોટ વીજળીનો ઉપયોગ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દ્વારા આગળ જતા રિન્યુએબલ એનર્જી તેમજ ગ્રીન હાઇડ્રોજન પર વધુ કામ થઇ શકશે.


એનર્જી ક્ષેત્રમાં અદાણી-અંબાણીનું તોતિંગ રોકાણઃ
અંબાણીની રુચિ ઓઇલ અને ગેસથી લઇને રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં છે ત્યારે બીજી તરફ અદાણીનું ફોકસ મોટા ભાગે પોર્ટ્સથી એરપોર્ટ્સ, કોલ અને માઇનિંગ પર રહ્યું છે ત્યારે ભાગ્યે જ બંને દિગ્ગજોએ એકબીજાનો રસ્તો ઓળંગ્યો હોય તેવું બન્યું છે. માત્ર ક્લીન એનર્જીમાં બંને જૂથોએ અબજો રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.