Amazon Lay Off: કોરોનાકાળના ભયાનક મંઝરથી બહાર આવીને લોકો ફરી રોજગાર-ધંધા પર લાગ્યા છે. ગાડી પટરી પર ધીરે ધીરે આવી રહી હતી એવામાં ફરી જાણી મંદીનો માહોલ જામ્યો છે. છેલ્લાં કેટલાંક સમયમાં એક બાદ એક દુનિયાની દિગ્ગજ કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. આ ટ્વીટર જેવી દિગ્ગજ કંપની બાદ આ લીસ્ટમાં હવે એમેઝોનનું નામ ઉમેરાયું છે. એમેઝોન 18 હજાર કર્મચારીઓની છટણી કરશે, કંપનીએ ‘અનિશ્ચિત અર્થતંત્ર’ને આ પાછળનું કારણ ગણાવ્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેઝોને બુધવારે જાહેર કર્યું છે કે, તે 18 હજારથી વધુ એમ્પ્લોય્ઝને લે-ઓફ કરશે એટલે કે નોકરીમાંથી કાઢશે. કંપનીએ ‘અનિશ્ચિત અર્થતંત્ર’ને આ પાછળનું કારણ ગણાવ્યું છે. નોંધનીય છે કે, ઓનલાઈન રિટેલ જાયન્ટે રોગચાળા દરમિયાન “ઝડપથી ભરતી” કરી હતી. સીઈઓ એન્ડી જેસીએ તેમના સ્ટાફને આપેલા નિવેદનમાં કહ્યું કે, કંપનીએ નવેમ્બરમાં 10,000 છટણીની જાહેરાત કરી હતી. જેસીએ જણાવ્યું હતું કે, કંપનીનું નેતૃત્વ “ખરેખર જાગૃત છે અને જાણે છે કે આવું પગલું લોકોને મુશ્કેલીમાં નાખે છે. અમે આ નિર્ણયોને હળવાશથી લેતા નથી.”


તેમણે કહ્યું કે, “અમે અસરગ્રસ્તોને ટેકો આપવા માટે કામ કરી રહ્યા છીએ અને પેકેજો પ્રદાન કરી રહ્યા છીએ જેમાં વિભાજન ચુકવણી, સંક્રમિત સ્વાસ્થ્ય વીમા લાભો અને એક્સ્ટર્નલ જોબ પ્લેસમેન્ટ સપોર્ટનો સમાવેશ થાય છે.” ઉલ્લેખનીય છે કે, 2020થી 2022ની વચ્ચે શરૂઆતમાં ડિમાન્ડને પહોંચી વળવા કંપનીએ પોતાનો ગ્લોબલ સ્ટાફ ડબલ કરી નાખ્યો હતો. એમઝોનમાં સપ્ટેમ્બરના અંતમાં વિશ્વભરમાં 1.54 મિલિયન કર્મચારીઓ હતા, જેમાં ખાસ કરીને તહેવારોની સીઝન દરમિયાન વધેલી પ્રવૃત્તિના સમયગાળા દરમિયાન ભરતી કરાયેલા એમ્પ્લોય્ઝનો સમાવેશ થતો નથી.