નવી દિલ્લીઃ RBIએ રેપો રેટમાં વધારો કરતા કેટલિક બેંક લોનના વ્યાજદરમાં ફેરફાર કર્યો છે, જેથી હવે બેંકમાંથી લોન લેવી હવે મોંઘી પડશે. બેંક ઓફ બરોડાએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. HDFC બેંકના વ્યાજદરોમાં વધારો કર્યા બાદ હવે વધુ એક સરકારી બેંકે વ્યાજદર વધાર્યા છે. RBIના રેપોરેટ વધાર્યા બાદ હવે બેંક ઓફ બરોડાએ લોનના વ્યાજદરમા 0.1 ટકાનો વધારો કર્યો છે. બેંક ઓફ બરોડાએ શેર બજારમાં આપવામાં આવેલી સૂચના કહેવામાં આવ્યું કે, MCLRમાં 0.1 ટકાનો વધારો કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલથી નવા દર લાગૂ:
બેંકે જાહેરાત કરતા કહ્યું કે, અલગ અલગ સમય માટે વધારવામાં આવેલા વ્યાજદર 12 મે એટલે આવતીકાલથી લાગૂ થશે. બેંકે MCLRમાં બદલાવ કરી 7.40 ટકા કર્યો છે, અત્યાર સુધી જે 7.35 ટકા હતું. બેંકના મોટા ગ્રાહકો આ લોનની કેટેગરીમાં આવતા હોય છે.. 


કેટલુ થયું MCLR:
બેંકે ત્રણ મહિનાના MCLRને વધારીને 7.15 ટકા અને 6 મહિનાના MCLRને વધારીને 7.25 ટકા કર્યો છે. સાથે જ એક દિવસના MCLRને વધારીને 6.60 ટકા અને એક મહિનાના MCLRને વધારીને 7.05 ટકા કરાયો છે.


રેપો રેટ વધતા થયો બદલાવઃ
RBIએ મેના રોજ રેપોરેટમાં 0.40 ટકાનો વધારો કરતા બેંક ઓફ બરોડાએ MSLRમાં ફેરફાર કર્યો છે.. તમને જણાવી દઈએ કે, અગાઉ ઈન્ડિયન ઓવરસીઝ બેંક, ICICI બેંક, HDFC બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કરુણ વૈશ્ય બેક સહિતના બેંકે પોતાના MCLR અને રેપો રેટના દરમાં બદલાવ કર્યો છે.. 


એક્સચેન્જ ફાઈલિંગમાં અપાઈ જાણકારીઃ
ઈન્ડિયન ઓવરસીઝ બેંકે પણ પોતાના એક્સટર્ન બેંચમાર્ક લિંક્સ લેન્ડિંગ રેટમાં બદલાવ કર્યો છે. બેંક તરફથી કહેવામાં આવ્યું કે, લેન્ડિંગ રેટને રિવાઈઝ્ડ કરીને 7.25 ટકા કરાયો છે. જે 10 મેથી લાગૂ કરવામાં આવી છે. IOB એક્સચેન્જ ફાઈલિંગમા કહ્યું કે, અમારી બેંકે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં બદલાવ કરીને 7.25 ટકા કર્યો છે.