Stock Market: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. ત્રણ દિવસની મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ (MPC Meeting) બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. જોકે, તેમણે કહ્યું કે હવે સેન્ટ્રલ બેંક આના પર ચાંપતી નજર રાખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI Repo Rate: નહી ઘટે હોમ લોનનો EMI, રેપો રેટમાં કોઇ ફેરફાર નહી
આ 7 દિવસ સાવધાન રહો 4 રાશિના લોકો, નાનકડી ભૂલ કરાવશે મોટું નુકસાન


નિફ્ટી ઇન્ડેક્સ 21000 પાર 
શુક્રવારે સવારે 20,934 પોઈન્ટ પર ખુલેલો નિફ્ટી ઈન્ડેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન 21,005ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીની આ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે. ટ્રેડિંગ દરમિયાન NSE પણ 20,932ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, 21,000ને પાર કરી ગયેલો નિફ્ટી વધુ સમય સુધી તેનો ઉછાળો જાળવી શક્યો ન હતો અને તે 20,977 પોઈન્ટ સુધી ગબડી ગયો હતો.


આ 4 બિઝનેસ બનાવી શકે છે માલામાલ! મોટું રોકાણ કરવું હોય તો જાણી લો!
120 વૃક્ષો, 12 વર્ષની ધીરજ, કરોડપતિ બનવાની છે ઇકો-ફ્રેન્ડલી રીત: 1 લાખનું કરો રોકાણ


શેરબજારમાં ફરી તેજી જોવા મળી
સતત નવા રેકોર્ડ બનાવી રહેલા ભારતીય શેરબજારમાં ગુરુવારે મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં ફરી તેજી જોવા મળી રહી છે. ગુરુવારે 69,521.69 પોઈન્ટ પર બંધ થયેલો સેન્સેક્સ શુક્રવારે 69,666.38 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE ઈન્ડિયા 20,934.10 પોઈન્ટના સ્તરે ખુલ્યો. આજના ટ્રેડિંગ સેશનમાં બેન્ક નિફ્ટી, નિફ્ટી ફાઇનાન્સ અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.


શિયાળો શરૂ થતાં જ ઢીંચણનો દુખાવો સતાવવા લાગે છે? ડોન્ટ વરી... ખાવાનું શરૂ કરી દો આ 5 વસ્તુ
દરેક ભારતીય આ દેશમાં પગ મૂકતાંની સાથે જ બની જાય છે અમીર! 1000 રૂ. બની જશે 2.91 લાખ


રેપો રેટ 6.5 ટકા પર સ્થિર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લી ઘણી બેઠકોથી રેપો રેટ (RBI Repo Rate) ને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. નિષ્ણાતો નાણાકીય વર્ષ 2023-24ની પાંચમી બેઠકમાં પણ રેપો રેટ સ્થિર રાખવાની અનુમાન કરી રહ્યા હતા. કેટલાક નિષ્ણાતો તો એવું પણ કહે છે કે સેન્ટ્રલ બેંક જૂન 2024 સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી, કારણ કે RBIનો ટાર્ગેટ મોંઘવારી દરને 4 ટકાથી નીચે લાવવાનો છે.


કેરેબિયાઇ બેટ્સમેને કરી કોહલી અને વિવ રિચર્ડ્સની બરાબરી, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ
9 O, 9M, 0R અને 8W! શું તમે ક્યારેય આવું બોલિંગ પ્રદર્શન જોયું છે? આવે છે નવો સ્પિનર


ફેબ્રુઆરીથી બદલાયો નથી રેપો રેટ 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફેબ્રુઆરીથી આયોજિત તમામ નાણાકીય નીતિની બેઠકોમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2024-25 પહેલા રેપો રેટમાં ઘટાડો નહીં કરે અને તે અત્યારે સ્થિર રહેશે.


હાડકાંને લોખંડ જેવા બનાવશે મજબૂત, ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, મળશે ચમત્કારીક ફાયદા
શિયાળામાં આ રીતે કરશો આદુનું સેવન તો બીમારીઓ રહેશે દૂર, જાણો ફાયદા


રેપો રેટ વધવાથી કેવી રીતે મોંઘી થાય છે લોન?
રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે અને બેંકો આ નાણાં લોકોને લોન તરીકે આપે છે. આ કારણોસર, જ્યારે પણ રેપો રેટ (Repo Rate) માં ફેરફાર થાય છે, ત્યારે તેની સીધી અસર લોનની EMI પર પડે છે. એટલે કે જો રેપો રેટ વધે છે તો લોનની EMI પણ વધે છે.

B-12 ની ઉણપ હોય તો હળવામાં ના લેતા, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો, વાંચી લો
ધંધો નાનો છે પણ નકામો નથી, ચપટી વગાડતાં જ દર મહિને શરૂ થશે 4થી5 લાખની કમાણી