Shai Hope: કેરેબિયાઇ બેટ્સમેને કરી કોહલી અને વિવ રિચર્ડ્સની બરાબરી, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ

Shai Hope: વેસ્ટ ઈન્ડિઝના ODI કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન શાઈ હોપે રવિવારે એન્ટિગુઆમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ODI મેચમાં એક મહાન રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.

Shai Hope: કેરેબિયાઇ બેટ્સમેને કરી કોહલી અને વિવ રિચર્ડ્સની બરાબરી, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ

Shai Hope Records: વેસ્ટ ઈન્ડિઝના ODI કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન શાઈ હોપે રવિવારે એન્ટિગુઆમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ODI મેચમાં એક મહાન રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ 30 વર્ષના વિકેટકીપર બેટ્સમેને રવિવારે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કેરેબિયન બેટ્સમેન શાઈ હોપે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સ અને વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી છે.

શાઇ હોપે પ્રપ્ત કર્યું મોટું મુકામ
જોકે વેસ્ટ ઈન્ડિઝના ODI કેપ્ટન શાઈ હોપે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા છે. શાઈ હોપ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરવાના મામલે સંયુક્ત રીતે વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ સાથે શાઈ હોપે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરવાના મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સ અને વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

શાઈ હોપે ODIમાં આ શાનદાર રેકોર્ડ બનાવ્યો
શાઈ હોપે 114 વનડે ઇનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા છે. વિવ રિચર્ડ્સ અને વિરાટ કોહલીએ પણ 5000 ODI રનના આંકડાને સ્પર્શવા માટે 114-114 ODI ઇનિંગ્સ લીધી હતી. વિશ્વમાં સૌથી ઝડપી 5000 ODI રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમના નામે છે. બાબર આઝમે 97 વનડે ઇનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા હતા. બાબર આઝમ બાદ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલાનું નામ બીજા નંબર પર આવે છે. હાશિમ અમલાએ 101 વનડે ઇનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા હતા.

વન ડે ફોર્મેટમાં સૌથી વધુ 5000 રન બનાવનાર બેટ્સમેન
- બાબર આઝમ (પાકિસ્તાન) - 97 ઇનિંગ્સ
- હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) - 101 ઇનિંગ્સ
- વિરાટ કોહલી (ભારત) - 114 ઇનિંગ્સ
- વિવિયન રિચર્ડ્સ (વેસ્ટ ઈન્ડિઝ) - 114 ઇનિંગ્સ
- શાઈ હોપ (વેસ્ટ ઈન્ડિઝ) - 114 ઈનિંગ્સ
- ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) - 115 ઇનિંગ્સ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news