RBI Governor on Inflation Rate: છેલ્લા એક વર્ષથી વ્યાજ દરો રેકોર્ડ સ્તરે છે. વધતી જતી મોંઘવારીમાં રાહત આપવા માટે રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો છે. તેની અસર બેંકો દ્વારા આપવામાં આવતી લોનના વ્યાજ દરો પર સ્પષ્ટપણે જોવા મળી હતી. વધુ રોકાણકારોને આકર્ષવા માટે બેંકોએ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વ્યાજ દરો અત્યારે ઊંચા રહેશે અને સમય જ દેખાડશે કે તે કેટલો સમય સુધી ઉંચા સ્તર રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને SCથી રાહત, ઉલ્ટું અરજદારને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ


ફેબ્રુઆરીથી રેપો રેટમાં કોઈ વધારો નથી
વર્તમાન ભૌગોલિક-રાજકીય કટોકટીને ધ્યાનમાં રાખીને વિશ્વભરની મુખ્ય સેન્ટ્રલ બેંકોએ વધતા ફુગાવાના દરને પહોંચી વળવા મુખ્ય નીતિ દરોમાં વધારો કર્યો છે. જોકે, મોંધવારીને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે ફેબ્રુઆરીથી રેપો રેટમાં વધારો કર્યો નથી. રેપો રેટ 6.5 ટકા પર યથાવત છે. અગાઉ, ગયા વર્ષે મેથી રેપો રેટમાં કુલ છ વખત 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.


આ મેચમાં નહીં રમે ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક બેટર, ભારતના વર્લ્ડકપ અભિયાનને ઝટકો


'કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ 2023'માં એક પ્રશ્નના જવાબમાં ગવર્નરે કહ્યું, 'વ્યાજ દરો અત્યારે ઊંચા રહેશે, (કેટલા સમય માટે) એ તો સમય જ કહેશે.' દાસે કોન્ક્લેવમાં એ વાત પર પણ ભાર મૂક્યો કે MPCને સક્રિયરૂપથી મોંઘવારી પર નિયંત્રણ લગાવનારી હોવી જોઈએ. તેમણે કહ્યું કે આના કારણે જુલાઈમાં 7.44 ટકાના સર્વોચ્ચ સ્તરથી મોંઘવારી દરમાં ઘટાડો સરળતાથી ચાલુ રહ્યો. દાસે કહ્યું કે નાણાકીય નીતિ હંમેશા પડકારજનક હોય છે અને તેમાં આત્મસંતોષ રાખવાનું કોઈ કારણ નથી.


JanDhan Account: શું તમે પણ ખોલાવ્યું છે જીરો બેલેન્સ એકાઉન્ટ? નાણામંત્રીએ કહી આ વાત