માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને SCથી રાહત, ઉલ્ટું અરજદારને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ

'મોદી અટક' ટિપ્પણી સંબંધિત ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ તેને ગુજરાતની કોર્ટે ગેરલાયક ઠેરવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.

 માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને SCથી રાહત, ઉલ્ટું અરજદારને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ

ઝી બ્યુરો/નવી દિલ્હી: મોદી અટક માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી છે. SC એ રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. જી હા... SCએ અરજીકર્તા અશોક પાંડે પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ બહાલ કરવાની અરજી પડકારવામાં આવી હતી. અરજીમાં વાયનાડમાં તાત્કાલિક પેટાચૂંટણીની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ બહાલ કરવાની PILને ફગાવી દીધી છે. કોર્ટે અરજી દાખલ કરનાર વકીલને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 'મોદી અટક' ટિપ્પણી સંબંધિત ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ તેને ગુજરાતની કોર્ટે ગેરલાયક ઠેરવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news