નવી દિલ્હીઃ એક કહેવત છેકે, લોભિયાઓ વસતા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે...જો તમે બેંકમાં વધુ પડતા પૈસા મુકી રાખ્યાં હોય તો ચેતતા રહેજો, તમારા પૈસા પર ગઠિયાઓ નજર રાખીને બેઠાં છે. ઓનલાઈન ટ્રાંજેક્શનના યુગમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. જેને કારણે દરેક બેંક એકાઉન્ટ હોલ્ડરોએ સર્તક રહેવાની જરૂર છે. અત્યાર સુધી આપણે જાણતા અને સાંભળતા આવ્યા છીએ કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે તેનો પાસવર્ડ કે પિન કોઈની સાથે શેર ન કરવો જોઈએ. અને જો તમારા ફોનમાં OTP અથવા લિંક અજાણા લિંક આવે તો તેને બિલકુલ ક્લિક ન કરવી જોઈએ. આમ કરવાથી તમારી બેંકમાંથી પૈસા ઉપડી શકે છે. જો તમારા ફોન પર અજાણ્યો કોલ આવે છે, તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે. એવું કહેવામાં આવે છે કે આ સિમ સ્વાઇપ ફ્રોડ હેઠળ આવે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. પરંતુ જો તમે માત્ર એક મિસ્ડ કોલથી તમારી ડિપોઝિટ ગુમાવશો તો શું? હવે ચોરોએ કેટલીક નવી પદ્ધતિ શોધી કાઢી છે, જેમાં કોઈપણ OTP, PIN, પાસવર્ડ કે લિંક વગર લોકોના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ દક્ષિણ દિલ્હી સ્થિત સિક્યોરિટી સર્વિસના ડિરેક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ સાયબર ફ્રોડમાં 50 લાખ રૂપિયા ગુમાવા દીધા. પીડિતના જણાવ્યા મુજબ, સાંજે 7 વાગ્યાથી 8.45 વાગ્યાની વચ્ચે તેમના ફોન પર વારંવાર બ્લેન્ક અને મિસ્ડ કોલ આવ્યા હતા. શરૂઆતમાં, તેણે કેટલાક કૉલ્સને અવગણ્યા હતા, પરંતુ જેમ જ તેણે કૉલ ઉપાડ્યો, બીજી બાજુથી કોઈ અવાજ આવ્યો નહીં અને થોડા સમય પછી તેના ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.


સિમ સ્વાઇપ ફ્રોડ-
કહેવામાં આવી રહ્યું છે કે છેતરપિંડી કરનારાઓ હવે બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ‘સિમ સ્વાઇપ ફ્રોડ’નો ઉપયોગ કરી રહ્યા છે. આમાં, તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે તમારા ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવે છે અને સિમ સ્વિચ કરી લેવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ તમારા મોબાઇલ ફોનના સિમ પ્રોવાઇડરનો સંપર્ક કરે છે અને તેમને તે જ નંબરથી સિમ કાર્ડ સક્રિય કરવા માટે કહે છે. એકવાર આ સિમ એક્ટિવેટ થઈ જાય પછી સ્કેમર્સનો પીડિતના ફોન નંબર પર નિયંત્રણ હોય છે. તેઓ પછી નિયંત્રણ કૉલ્સ અથવા મેસેજ પ્રાપ્ત કરવા જેવી મહત્વપૂર્ણ બાબતોને નિયંત્રિત કરી શકે છે.


છેતરપિંડીથી બચવા શું કરવું?અજાણી લિંક ખોલવાનું ટાળો.
જો પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય, તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો અને એકાઉન્ટ લોક કરાવો.
છેતરપિંડીની માહિતી સાયબર સેલને કરો.
તમારા સિમને હંમેશા અપડેટ રાખો, સમય સમય પર તેનું KYC કરાવો.
કોઈપણ અજાણ્યા કોલ અથવા મેસેજનો જવાબ આપવાનું ટાળો.