મુમતાઝ પટેલનું ફરી દર્દ છલકાયું! કહ્યું; 'કોંગ્રેસે ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી'
Loksabha Election 2024: આજે કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ભરૂચ સીટ પર પ્રચારને લઈ એક મોટું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.
Trending Photos
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ફીવર જામ્યો છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવીને જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ભરૂચ સીટ પર પ્રચારને લઈ એક મોટું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.
ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યુ જ નથી: મુમતાઝ પટેલ
મુમતાઝ પટેલે ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સામે નારાજગી વ્યક્ત કરતા એક નિવેદન આપ્યું હતું. મુમતાઝ પટેલે કહ્યું કે હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યુ જ નથી. કદાચ ચૈતર વસાવાને મારી જરૂર નથી.
એટલું જ નહીં, મુમતાઝ પટેલે ઉમેર્યું હતું કે ચૈતર વસાવાએ મને પ્રચાર માટે પણ બોલાવી નથી, અને હું ગઈ પણ નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હજું પણ મુમતાઝ ચૈતર વસાવાથી નારાજ છે અને છેલ્લે તો એમ પણ કહ્યું કે કોંગ્રેસને ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી.
કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ પર નિવેદન
મુમતાઝ પટેલે કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ પર નિવેદન આપતાં કહ્યું, ચૂંટણીના નિવેદનોમાં જોઈ વિચારીને નિવેદનો આપવા જોઈએ. મહાત્મા ગાંધી દુનિયાના નેતા છે અને રાહુલ ગાંધી દેશના નેતા છે. મહાત્મા ગાંધી તેમની જગ્યાએ અને રાહુલ ગાંધી તેમની જગ્યાએ છે.
તમને જણાવી દઈએ કે બુધવાર બે અને ગરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 સભાઓ ગજવી હતી. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને છેલ્લે જામનગરમાં એમ સતત ચાર જાહેર સભાને સંબોધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે