Stock Market: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો અને શેરોની હિલચાલ પર નજર રાખો છો, તો તમને ખબર પડશે કે બેન્કિંગ સેક્ટરના શેર્સ છેલ્લા કેટલાક સમયથી બમ્પર વળતર આપી રહ્યા છે. એક રિપોર્ટમાં આગામી 12 મહિનામાં વિવિધ બેંકોના શેરના સંભવિત વળતરનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં સામેલ બેંકો અંગે નિષ્ણાતોએ પણ પોતાના મંતવ્યો શેર કર્યા છે. બધાએ આ શેરને બાય રેટિંગ આપ્યું છે. ચાલો જાણીએ એવા બેન્કિંગ શેરો વિશે જે આગામી એક વર્ષમાં ઉત્તમ વળતર આપી શકે છે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ETના અહેવાલ મુજબ, IndusInd Bank આગામી એક વર્ષમાં 42 ટકા વૃદ્ધિની અપેક્ષા છે. હાલમાં આ શેર બુધવારે રૂ.1425 પર બંધ થયો છે. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1,694 અને નિમ્ન સ્તર રૂ. 1,350 છે.

  • એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO થોડા સમય પહેલા આવ્યો છે. આગામી એક વર્ષમાં તેના શેરમાં 38 ટકાનો વધારો થવાની શક્યતા છે. હાલમાં બેન્કના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 813 અને નિમ્ન સ્તર રૂ. 554 છે. બુધવારે શેર થોડો ઘટાડા બાદ રૂ.627 પર બંધ થયો હતો.

  • બેન્ક ઓફ બરોડાનો શેર બુધવારે રૂ. 257 પર બંધ થયો હતો અને આગામી એક વર્ષમાં તે 30 ટકા વધી શકે છે. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 298 અને નિમ્ન સ્તર રૂ. 185 છે.

  • કોટક મહિન્દ્રા બેંકના શેરમાં પણ 25 ટકાનો વધારો થવાની ધારણા છે. બુધવારે રૂ. 1831 પર બંધ થયેલો આ શેર રૂ. 1,987ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. આ શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 1,544 છે.

  • જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક SBIએ ચાલુ વર્ષમાં પણ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. આગામી વર્ષમાં શેરમાં 22 ટકાનો વધારો થવાની શક્યતા છે. બુધવારે એટલે કે 10 જુલાઈએ રૂ. 849 પર બંધ થયેલ આ સ્ટોકનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 912 અને નિમ્ન સ્તર રૂ. 543 છે.


(Disclimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આની પુષ્ટી કરતુ નથી. એટલું જ નહીં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં નિષ્ણાત અને તમારા સલાહકારની સલાહ અચૂક લેવી.)