Business opportunity: જો તમે તમારો પોતાનો વેપાર ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો હવે તમારો ઈન્તેજાર ખતમ થઈ ગયો સમજો. ડેરી પ્રોડક્ટ્સની ખ્યાતનામ કંપની અમૂલ (Amul) સાથે બિઝનેસ કરવાની તમને સુવર્ણ તક છે. અમૂલ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને બંપર કમાણી થઈ શકે છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ફાયદાનો સોદો છે. તેમાં કોઈ ઝંઝટ પણ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયલ્ટી વગર અને પ્રોફિટ શેરિંગ વગર મળશે Amul Franchise
અમૂલ કોઈ રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વગર ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. એટલું જ નહીં અમૂલની ફ્રેન્ચાઈઝી લેવાનો ખર્ચો બહુ ખાસ નથી. તમે 2 લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયાનો ખર્ચો કરીને અમૂલ સાથે વેપાર શરૂ કરી શકો છો. કારોબારની શરૂઆતમાં જ સારો એવો પ્રોફિટ મળી શકે છે. 


કેટલું થશે રોકાણ?
Amul બે પ્રકારની ફ્રેન્ચાઈઝી  ઓફર કરે છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર કે અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માંગતા હોવ તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યુરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન પર 1 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ પર 75 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે. તેની વધુ જાણકારી તમને ફ્રેન્ચાઈઝીના પેજ પર મળી જશે.  અમૂલ ફ્રેન્ચાઈઝી સંલગ્ન માહિતી અને અરજી કરવા માટે આ લિંક પર ક્લિક કરો.


અન્ય ફ્રેન્ચાઈઝીમાં 6 લાખનું રોકાણ
જો તમે અમૂલ આઈસ્ક્રિમ પાર્લર ચલાવવા માંગતા હોવ તો તેની ફ્રેન્ચાઈઝી માટે થોડું રોકાણ વધુ જરૂર પડે છે. આ માટે તમારે લગભગ 5-6 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેમાં બ્રાન્ડ સિક્યુરિટી તરીકે 50 હજાર રૂપિયા, રિનોવેશન માટે 4 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ માટે 1.50 લાખ રૂપિયા સામેલ છે. 


http://amul.com/m/amul-scooping-parlours


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube