બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરો છો? એવો બિઝનેસ જેમાં રોકાણ ઓછું હોય અને કમાણી ભરપૂર. મોટાભાગે બિઝનેસ સારા રોકાણ કોસ્ટ સાથે જ શરૂ કરી શકાય છે. પરંતુ નાના ધંધા પણ મોટો ફાયદો કરાવી આપે છે. આવો જ  એક બિઝનેસ છે જ્યાં રોકાણ માત્ર 25000 રૂપિયા છે. પરંતુ કમાણી મહિને 3 લાખ રૂપિયા સુધી થાય છે. જો આ કારોબારને મોટા લેવલ પર શરૂ કરવો હોય તો સરકાર તરફથી તેના માટે 50 ટકા સબસિડી પણ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતીની ખેતી
મોતીની ખેતી ખુબ રસપ્રદ કારોબાર છે. શહેરી વિસ્તારોમાં તો તેને વધુ લોકો જાણતા પણ નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના પર ફોકસ વધ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની ખેતી કરીને લોકો લખપતિ બની ચૂક્યા છે. જ્યારે ઓડિશા અને બંગ્લુરૂમાં પણ તેનો સારો સ્કોપ છે. મોતીની ખેતીમાં ખુબ કમાણી છે. 


મોતીની ખેતી માટે શું જોઈએ?
મોતીની ખેતી માટે એક તળાવની જરૂર પડશે. જેમાં સીપનો મહત્વનો રોલ છે. મોતીની ખેતી માટે રાજ્ય સ્તરે ટ્રેનિંગ પણ અપાય છે. જો તળાવ ન હોય તો તેની વ્યવસ્થા થઈ શકે છે.  તમારા ઈન્વેસ્ટમેન્ટ પર સરકાર પાસેથી 50 ટકા સુધી સબસિડી મળી શકે છે. દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના સીપની ક્વોલિટી ખુબ સારી હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube