બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
Petrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
Petrol Diesel Price Today: વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને હેરાન પરેશાન કરી રહ્યાં છે. કારણકે, તેની સીધી અસર તેમના ઘરના બજેટ પર પડે છે અને બજેટ ખોરવાઈ જાય છે. એવામાં આજે સવારે જાહેર થયેલાં નવા ભાવ જોઈને ફરી તમારે હિસાબ કરવા બેસવું પડશે કે આ મહિને શું દશા થશે. વાસ્તવમાં 3 જુલાઈ સુધી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. અહીં તમે તમારા શહેર વિશે માહિતી મેળવી શકો છો.
આ મહિને કેન્દ્ર સરકાર પોતાનું સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. બજેટ દરમિયાન સરકાર સામાન્ય લોકોને ઘણી રાહતો આપે તેવી શક્યતા છે. જો કે, બજેટ પહેલા, ચાલો આપણે લેટેસ્ટ અપડેટ્સ મેળવીએ કે શું સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલ મોરચે રાહત મળી છે કે નહીં. 3 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 3 જુલાઈ સુધી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. અહીં તમે તમારા શહેર વિશે માહિતી મેળવી શકો છો.
માર્ચમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો-
કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કર્યો હતો. 14 માર્ચે મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી કોઈ સારા સમાચાર આપવામાં આવ્યા નથી. અહીં તમે તમારા સંબંધિત શહેરના દરો વિશે માહિતી મેળવી શકો છો.
તમારા શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઈ 103.94 89.97
કોલકાતા 103.94 90.76
ચેન્નાઈ 100.85 92.44
બેંગલુરુ 102.86 88.94
લખનૌ 94.65 87.76
નોઇડા 94.66 87.76
ગુરુગ્રામ 94.98 87.85
ચંદીગઢ 94.24 82.40
પટના 105.42 92.27
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છોઃ
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.