100 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ શેરને ખરીદવામાં મોડુ નહિ કરો, એવુ રિટર્ન મળશે કે માલામાલ બનશો
પાવર ટ્રેડિંગ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ (પીટીસી ઈન્ડિયા) એક સરકારી કંપની છે, અને તે પાવર સેક્ટરમાં ડીલ કરે છે. આ કંપનીના સ્ટોક હાલના સમયે 10 ટકાની તેજી સીથે ટ્રેડ કરી રહ્યાં છે. 6 જાન્યુઆરીના રોજ આ સ્ટોક 55 રૂપિયાની આસપાસ હતો. માર્કેટ એક્સપર્ટસ માને છે કે, તેમાં આગળ પણ તેજી રહેશે. આ બહુ જ શાનદાર સ્ટોક છે. કારણ કે, જો તમારી ઈન્વેસ્ટમેન્ટ વેલ્યૂ અને કેશ વેલ્યૂને મળાવીને આકલન કરશો તો અંદાજે 1882 કરોડ રૂપિયાની આ કંપનીની કુલ વેલ્યૂ છે. પીટીસી ઈન્ડિયાની માર્કેટ કેપિટલ અંદાજે 17,500 કરોડ રૂપિયા છે.
અમદાવાદ :પાવર ટ્રેડિંગ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ (પીટીસી ઈન્ડિયા) એક સરકારી કંપની છે, અને તે પાવર સેક્ટરમાં ડીલ કરે છે. આ કંપનીના સ્ટોક હાલના સમયે 10 ટકાની તેજી સીથે ટ્રેડ કરી રહ્યાં છે. 6 જાન્યુઆરીના રોજ આ સ્ટોક 55 રૂપિયાની આસપાસ હતો. માર્કેટ એક્સપર્ટસ માને છે કે, તેમાં આગળ પણ તેજી રહેશે. આ બહુ જ શાનદાર સ્ટોક છે. કારણ કે, જો તમારી ઈન્વેસ્ટમેન્ટ વેલ્યૂ અને કેશ વેલ્યૂને મળાવીને આકલન કરશો તો અંદાજે 1882 કરોડ રૂપિયાની આ કંપનીની કુલ વેલ્યૂ છે. પીટીસી ઈન્ડિયાની માર્કેટ કેપિટલ અંદાજે 17,500 કરોડ રૂપિયા છે.
JNUના સાઈડ ઈફેક્ટ્સ : આ પ્રોજેક્ટ્સમાંથી દીપિકાને હાથ ધોવા પડ્યા...
બજેટની જાહેરાતથી થશે ફાયદો
ચર્ચા છે કે, કંપની નોન કોર કારોબારને વેચીને 2000 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્લાન કરી રહી છે. આવનારા બજેટમાં પાવરથી સંબંધિત કેટલીક જાહેરાતો પણ થઈ શકે છે, જેનો પીટીસી ઈન્ડિયાને સીધો ફાયદો થશે. બેંકનો સેવિંગ્સ રેટ 6 ટકા હોય છે, જ્યારે કે, PTC Indiaની ડિવિડન્ટ યીલ્ડ 7 ટકાથી વધુ છે અને તે પણ ટેક્સ ફ્રી. પાવર ટ્રેડિંગ વોલ્યૂમના 60 ટકાથી વધુ હિસ્સો પીટીસી ઈન્ડિયાની પાસે છે.
કંપનીમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટ (એફપીઆઈ) 1 વર્ષની અંદર 29.5 ટકાથી વધીને 38 ટકા થઈ ગયો છે. પીટીસી ઈન્ડિયાએ ભૂટાનની સાથે આગામી 35 વર્ષ માટે વીજળી ખરીદવાનો કરાર કર્યો છે.
પહેલા મોઢું મીઠું અને પછી નજરકેદ... કોઈ સિક્રેટ મિશનની જેમ Budget બનાવાય છે, આવી છે પ્રોસેસ
શાનદાર છે નફાનો ટ્રેન્ડ
નફાના ટ્રેન્ડની વાત કરીએ તો આ ફાઈનાન્શિયલ વર્ષે કંપનીને રેકોર્ડ નફો કમાવ્યો છે. વર્ષ 2019 ત્રીજા ત્રિમાસિકમાં કંપનીએ 51 કરોડનો નફો કર્યો હતો. 2020ના પહેલા ત્રિમાસિકમાં તે વધીને 63 કરોડ થઈ ગયો અને આ વર્ષના બીજા ત્રિમાસિકમાં તે ઉછળીને 135 કરોડ રૂપિયા પર જઈને પહોંચી ગયો.
ખરીદવાની સલાહ
માર્કેટ એક્સપર્ટ એલારા કેપિટલ પીટીસી ઈન્ડિયાના સ્ટોકનો પોર્ટફોલિયોમાં સામેલ કરવાની સલાહ આપી રહ્યું છે. હાલ આ સ્ટોક 65 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. 84 રૂપિયાનો ટાર્ગેટ લઈને આ સ્ટોકની ખરીદારી કરી શકાય છે. અન્ય એક એક્સપર્ટ કહે છે કે, 76 રૂપિયાનો ટાર્ગેટ લઈને 62 રૂપિયાની આસપાસ તેની ખરીદી કરીને ચાલવું જોઈએ.
Photos : ટીનાની આ તસવીરો હોંશ ગુમાવી દેશે, તો તેની કાતિલ અદા ઘાયલ કરી દેશે...
શેર ખરીદતા સમયે આટલું ધ્યાન રાખજો...
- પીટીસી ઈન્ડિયા એક સરકારી કંપની છે. તેથી તેના પર વધુ ભરોસો કરી શકાય છે.
- જે વેપારમાં આ કંપની છે, તે વેપાર ક્યારેય નાબૂદ થવાનો નથી.
- કંપનીનું 1700 કરોડનું માર્કેટ કેપ છે, 270 કરોડ રૂપિયા કંપનીની બેલેન્સ શીટમાં રોકડા છે.
- સહાયક કંપની પીટીસી ઈન્ડિયા ફાઈનાન્શિયલ સર્વિસિસની માર્કેટ કેપ 400 કરોડ રૂપિયાની છે.
- વધુ એક સહાયક કંપની પીટીસી એનર્જિની માર્કેટ કેપ 1500 કરોડ રૂપિયાની છે.
- મંદીના સમયમાં પ્રાઈવેટ સેક્ટરની સરખામણીમાં સરકારી કંપનીમાં ઈન્વેસ્ટ સુરક્ષિત રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube