બુરહાન પઠાણ/આણંદ :આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રો અને ફુડ પ્રોસેસિંગ પ્રિ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ પ્રદર્શનમાં માટી વિના શાકભાજી ઉગાડી શકાય છે. તેમજ સાથે સાથે માછલીઓ પણ ઉછેરી શકાય તેવો પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો. આણંદમાં આ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માટી વિના ફકત પાણીમાં શાકભાજીની સાથે સાથે માછલીઓનું પણ ઉત્પાદન કરી શકાય છે. શાકભાજીને આપવામાં આવતા પાણીના ઉપયોગથી માછલીઓનો પણ ઉછેર થઈ શકે છે. નજીવા ખર્ચમાં શાકભાજી અને માછલીઓનો ઉત્પાદન મેળવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદની કૃષિ યુનિવર્સીટી ખાતે એગ્રો અને ફુડ પ્રોસેસીંગ પ્રી વાયબ્રંટ સમિટ અંતર્ગત કૃષિ પ્રદર્શનમાં પ્રોડયુસ લોકલ ઈટ લોકલ હેઠળ માટી વિના શાકભાજી ઉગાડી શકાય તેમજ સાથે સાથે માછલીઓ પણ ઉછેરી શકાય તેવો પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યો છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.


આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે ચાલી રહેલા પ્રદર્શનમાં આ પ્રોજેકટ રજુ કરાયો છે, જેમાં માટી વિના ફકત પાણીમાં શાકભાજીની સાથે સાથે માછલીઓનું પણ ઉત્પાદન કરી શકાય છે. જેમાં શાકભાજીને આપવામાં આવેલું પાણી જે મતસ્ય ઉછેર માટેનાં પોંડમાં જાય છે, અને શાકભાજીનો કચરો માછલીઓનાં ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે. ઘરની બાજૂમાં નાનકડી જગ્યામાં આ પ્રોજેકટ બનાવીને શાકભાજી ઉગાડી શકાય છે. સાથે સાથે માછલીઓ પણ ઉછેરીને શાકભાજીનો ખર્ચ બચાવી શકાય છે. જ્યારે માછલીઓ વેચીને તેમાંથી આવક પણ મેળવી શકાય છે. તેમજ નજીવા ખર્ચમાં શાકભાજીનો ઉત્પાદન મેળવી શકાય છે, આ પ્રોજેકટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો તેવું સંસ્થાના કો-ફાઉન્ડર શશાંક ચૌબેએ જણાવ્યું.