ATM: ઓનલાઈન અને એટીએમના જમાનામાં લોકોએ બેન્ક જવાનું છોડી દીધું છે. કેશ કાઢવા માટે એટીએમનો ઉપયોગ કરતા ગ્રાહકનો ઝટકો લાગે તેવા સમાચાર બહાર આવ્યા છે. દેશના ATM ઓપરેટરો રોકડ ઉપાડવા માટે ઈન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરીછે. કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMI) પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી વધારીને રૂ. 23 કરવાની વકાલત કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે હવે ATMમાંથી પૈસા ઉપાડવા જશો, ત્યારે શક્ય છે કે તમારે ફી તરીકે વધુ પૈસા ચૂકવવા પડે. દેશના ATM ઓપરેટરો રોકડ ઉપાડવા માટે ઈન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે.  અત્યાર સુધી એટીએમમાંથી પૈસા ઉપાડવાની ફી 15-17 રૂપિયા હતી, પરંતુ આ વધીને 23 રૂપિયા સુધી પહોંચી શકે છે.


ઈકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, તેઓ તેમના બિઝનેસને સરળતાથી ચાલવા માટે વધુ ભંડોળ એકત્ર કરવા માટે આવી માંગ કરી રહ્યા છે.


AGS ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્ટેન્લી જોન્સને જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ઇન્ટરચેન્જ રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “અમે આ અંગે આરબીઆઈ સાથે વાત કરી રહ્યા છીએ, અને એવું લાગે છે કે સેન્ટ્રલ બેંક અમારી વાતને ધ્યાનમાં લઈ રહી છે. 


"CATMI એ ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 21નો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે કેટલાક અન્ય ATM ઉત્પાદકોએ કહ્યું છે કે તે રૂ. 23 હશે." "છેલ્લો વધારો થોડા વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો," જ્હોન્સને કહ્યું. પરંતુ હવે બધા એક સાથે આવ્યા છે અને લાગે છે કે ફી વધારવાની મંજૂરી મેળવવામાં વધુ સમય નહીં લાગે. તમને જણાવી દઈએ કે 2021માં ATM ટ્રાન્ઝેક્શન ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવી હતી.


આવી ફી ક્યાં વસૂલવામાં આવે છે?
આ એક ફી છે જે કાર્ડ આપનાર બેંક દ્વારા ચૂકવાતી હોય છે. આ ફી બેંકને જાય છે જેના એટીએમમાંથી રોકડ ઉપાડવામાં આવે છે. આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે ગ્રાહકો પાસેથી લેવામાં આવતી ફી 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી હતી.


અત્યારે દેશની મોટી બેંકો છ શહેરોમાં તેમના બચત ખાતાના ગ્રાહકોને દર મહિને ઓછામાં ઓછા 5 ટ્રાન્જેક્શન મફત આપી રહી છે. આ શહેરોમાં બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. અન્ય બેંકોના ATM પર દર મહિને ત્રણ વ્યવહારો મફત છે.


કઈ બેંક કેટલી લેશે ફી-
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) કાર્ડ ધારકો પાસેથી 10 રૂપિયા + GST ​​પ્રતિ ટ્રાન્ઝેક્શન લેવામાં આવે છે, અને અન્ય બેંકો 20 રૂપિયા + GST ​​પ્રતિ ટ્રાન્ઝેક્શન વસૂલે છે. ICICI બેંકમાં દર મહિને પ્રથમ પાંચ વ્યવહારો મફત છે. તે પછી, દરેક બિન-નાણાકીય વ્યવહાર માટે 8.50 રૂપિયા અને દરેક નાણાકીય વ્યવહાર માટે 20 રૂપિયાનો ચાર્જ છે. બેંકની બહારના અન્ય એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ છે.


HDFC બેંક ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા પાર કર્યા પછી રૂ. 21+ ટેક્સ પણ વસૂલે છે. અન્ય બેંકોના ATM દ્વારા બેંકની બહારના વ્યવહારો માટે સમાન ફી ચૂકવવી પડશે. એક્સિસ બેંક પણ HDFC જેટલી જ ફી વસૂલે છે.