હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન એક્ટ્રેસ આ શોથી કરશે શાનદાર કમબેક
Hina Khan Comeback on TV: હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરી રહી છે. બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી અભિનેત્રીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આ શો વિશે હિંટ પણ આપી હતી.
Trending Photos
Hina Khan Comeback on TV: બ્રેસ્ટ કેન્સરથી પીડિત હિના ખાનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસે ઘણી કીમોથેરાપી સેશન્સમાંથી પસાર થઈ ચૂકી છે અને તે સોશિયલ મીડિયા પર ફેન્સને નાની-નાની બાબતો પર પણ સતત અપડેટ કરતી રહે છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસ સારવાર દરમિયાન ઘણા સમયથી ટીવીથી ગાયબ હતી. જો કે, હવે એવા અહેવાલો છે કે હિના ખાન ટીવી શો 'ગૃહલક્ષ્મી'થી સીરિયલની દુનિયામાં કમબેક કરી રહી છે. આ અંગે ફેન્સમાં એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.
આ શોમાંથી કરશે કમબેક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિના ખાનના આ શોનું નામ 'ગૃહલક્ષ્મી' છે જે એપિક ઓન પર સ્ટ્રીમ થશે. આ શોમાં હિના ખાન ઉપરાંત ચંકી પાંડે, રાહુલ દેવ, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય જોવા મળશે. હાલમાં જ આ શોનું ટીઝર પણ સામે આવ્યું છે.
Amid her battle with breast cancer, Hina Khan makes a comeback with ‘Grihalaxmi’: Mumbai, Dec 26 (VOICE) Popular TV actress Hina Khan, who is currently fighting breast cancer, is making a powerful return to the screen with “Grihalaxmi.”
The post Amid… https://t.co/sk53H7Xp39 pic.twitter.com/JmcXCZiai4
— Weekly Voice (@Weeklyvoice) December 26, 2024
શું છે શોની કહાની?
'ગૃહલક્ષ્મી' શોમાં હિનાનો રોલ શું હશે તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે આ સિરિયલની કહાની સર્વાઈવલ અને ટ્રાન્સફોર્મેશનની આસપાસ ફરે છે. આ ઇન્ટેસ ડ્રામા ટૂંક સમયમાં ઓન એર થવાનું છે.
જુલાઈમાં હિનાએ કરી હતી જાહેરાત
કેન્સરથી પીડાઈ રહેલી હિના ખાને આ વર્ષે જુલાઈમાં પોતાના વર્ક અસાઈન્ટમેન્ટ વિશે જણાવ્યું હતું. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી - 'ડાયગ્નોસિસ પછી મારું પ્રથમ વર્ક અસાઈન્ટમેન્ટ. આ ખૂબ જ પડકારજનક છે, તે પણ જ્યારે તમે જીવનના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યાં હોવ. તો ચાલો ખરાબ દિવસોને વિરામ આપીએ. તેથી ક્યારેલ પોતાની લાઈફ જીવવાનું ભૂલવું જોઈએ નહીં. સારા દિવસો હંમેશા તમારા જીવનમાં મહત્વપૂર્ણ હોય છે. પડકારોનો સામનો કરો અને વસ્તુઓને સામાન્ય થવા દો.
28 જૂને હિનાએ કર્યો હતો ખુલાસો
આ વર્ષે 28 જૂને હિના ખાને ફેન્સ સાથે આ ન્યૂઝ શેર કર્યા હતા કે તે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિના ખાન 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના નામથી જાણીતી છે. આ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે