Petrol Car vs CNG Car:જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને મૂંઝવણમાં છો કે CNG કાર ખરીદવી કે પેટ્રોલ કાર, તો પહેલા બંને કારના ફાયદા અને ગેરફાયદા વિશે જાણી લો. હવે સીએનજીની કિંમત પેટ્રોલ કરતા ઓછી નથી અને પેટ્રોલ કાર કરતા સીએનજી કારની કિંમત 1થી 1.30 લાખ રૂપિયા વધુ છે. પેટ્રોલ કાર સારી કે સીએનજી કાર?  ત્યારે આ પ્રશ્નનો જવાબ અહીં એક ઉદાહરણ મારફતે સમજીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Google અને Mercedes Benz સાથે કરી ભાગી, નવી ટેક્નોલોજી સજ્જ હશે ગાડીઓ


Car Name: દરેક કારના નામ પાછળ છુપાયેલું છે એક મહત્વનું કારણ, જાણો અર્થ


આ ગાડી લઈને તમે બની જશો રસ્તાના રાજા! પેટ્રોલ-ડીઝલનું ટેન્શન નહીં મોજ કરશે 'મહારાણી'


આવો સમજાવીએ આસાન ફોર્મ્યુલા


માની લો તેમ મારુતિ વેગાનર ખરીદી રહ્યો છે... દિલ્હીમાં વેગાનર LXI 1.0 ના બેઝ મૉડલની ઑન-રોડ કિંમત રૂ. 6.10 લાખ છે. LXI 1.0 CNG મોડલની કિંમત 7.25 લાખ રૂપિયા છે. જેનો અર્થ છે કે તમે પહેલા જ દિવસે CNG મૉડલ ખરીદવા માટે 1.15 લાખ રૂપિયા વધુ ખર્ચો છો. આ સિવાય જો તમે કાર માટે ફાઇનાન્સ કરી રહ્યા છો, તો તમે 1.15 રૂપિયા વધુ ચૂકવી રહ્યા છો.


આ રીતે પણ થઈ શકે છે નુકસાન


દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 પ્રતિ લિટર અને CNGની કિંમત 79.56 રૂપિયા પ્રતિ કિલો છે. ચાલો આપણે રૂ.97 અને રૂ.80 બંનેને ધ્યાનમાં લઈએ. જો તમે એક મહિનામાં 1,000 કિલોમીટર સુધી પેટ્રોલ મોડલ ચલાવો છો, તો તમારી ઇંધણની કિંમત લગભગ રૂ.4,000 થશે. બીજી તરફ, CNG મોડલની ઇંધણની કિંમત એક મહિનામાં 1,000 કિલોમીટર માટે 2,500 રૂપિયા થશે. હા તમે અહીં દર મહિને રૂ. 1,500 બચાવી શકો છો. પરંતુ સમસ્યા એ છેકે તમે CNG મોડલ ખરીદવા માટે ચૂકવેલા વધારાના રૂ. 1.15 લાખને વસૂલવામાં તમને 6 વર્ષ લાગશે. આ સિવાય સીએનજી વાહનોનો ઈન્સ્યોરન્સ, મેઈન્ટેનન્સ અને સર્વિસની કિંમત પણ વધારે છે. અહીં પણ તમારે પેટ્રોલ કાર કરતાં વધુ ખર્ચ કરવો પડશે.


ત્યારે કઈ કાર ખરદવી?


આમ જોવા જાઓ તો સીએનજી તે લોકો માટે સારી છે.. જેમને વર્ષમાં 12 હજાર કિલોમીટરથી વધુ કાર ચલાવે છે... આ લોકો સીએનજી પર કરેલો વધારાનો ખર્ચો વસુલ કરી લેશે... પરંતુ તમે માત્ર પરિવાર માટે કાર ખરીદો છો તો તમારા માટે પેટ્રોલવાળી કાર ખરીદવી જોઈએ... કેમકે પેટ્રોલ અને સીએનજીના ભાવમાં કોઈ ખાસ મોટું અંતર નથી રહેવાનું...