નવી દિલ્હી: વડાપ્રદાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અપીલ બાદ સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic)વિરૂદ્ધ ચળવળ તીવ્ર બની છે. તમામ મંત્રાલયે આદેશ જાહેર કર્યો છે કે તેના વિભાગમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. મળતી માહિતી અનુસાર સિંગલ યૂઝ પ્લાસ્ટિકને પ્રતિબંધ કરવાને લઇને આ અઠવાડીયામાં પર્યાવરણ મંત્રાલય લિસ્ટ જાહેર કરી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલય તરફથી બે અલગ અલગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એક લિસ્ટમાં તે વસ્તુઓનો ઉલ્લેખ હશે જ્યાં સિંગલ યૂઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરી શકાય છે, તો બીજી યાદીમાં તે વસ્તુઓ સામેલ કરવામાં આવશે, જ્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેને લઇને આજે કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં છેલ્લો નિર્ણય લેવામાં આશે. લિસ્ટ તૈયાર થયા બાદ સરકારની તરફથી નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે.

PM મોદીએ કર્યું ભારત અને નેપાળ વચ્ચે ઓઇલ પાઇલ લાઇનનું ઉદઘાટન, જાણો ખાસ વાતો

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિંબધ લગાવવાને લઇને ભારતીય રેલવે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઇ શકે છે. જાણકારી અનુસાર, 2 ઓક્ટોબર બાદ સ્ટેશન પરિસરમાં પ્લાસ્ટિકના સામાનના ઉપયોગ પર પ્રતિબંધ લાગી જશે. ત્યારે પ્લાસ્ટિક બોટલમાં પાણી પણ નહીં મળે. આગામી દિવસોમાં રેલવે સ્ટેશનો પર વોટર ક્રશિંગ યૂનિટ લગાવવામાં આવશે. જે ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની બોટલોને ક્રશ કરી દેશે તેમને ઇન્સેટિવના રૂપમાં કંઇક આપવામાં આવી શકે છે. હાલમાં રેલવે સ્ટેશન પર 160 વોટર ક્રશિંગ યૂનિટ લગાવવામાં આવ્યા છે.

ટ્રાફિકના નિયમોમાં થવા જઇ રહ્યો મોટો ફેરફાર, નિયમો તોડશો તો વધશે ઇંશ્યોરેન્સ પ્રીમિયમ

સરકાર સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધી રહી છે. કંપનીઓને જણાવ્યું છે કે પ્લાસ્ટિકની બોટલોનું 50-60 ટકા રિ-સાઇકલ કરવામાં આવી શકે છે. એક સલાહ પેપર બોટલને લઇને પણ છે. તેમાં પણ પ્લાસ્ટિક અને મેટલનો ઉપયોગ થઇ શકે છે. કાચની બોટલોનો ફરીથી ઉપયોગ શક્ય નથી. સાથે જ આ મોંઘુ પડી શકે છે. એવામાં સરકારે કંપનીઓને પણ ત્રણ દિવસનો સમય આપ્યો છે કે તે અન્ય વિકલ્પોને શોધે. 


મળતી માહિતી અનુસાર આ વખતે લાલકિલ્લાની રામલીલામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહી. નવ શ્રી ધાર્મિક રામલીલા તરફથી કહેવામાં આવ્યું છે કે આ વર્ષે કેળાના પાન અને માટીની કુલડીનો ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે રામલીલાનો ભૂમિ પૂજન કાર્યક્રમ સોમવારે આયોજિત થયો, જેમાં કેંદ્વીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, વિજય ગોયલ સહિત નેતા અને મંત્રી હાજર રહ્યા હતા. 


(ઇનપુટ-સમીક્ષ દીક્ષિત, દાનિશ આનંદ અને બ્રહ્મ દુબે)