શું Cadbury ની પ્રોડક્ટમાં હોય છે બીફ? કંપનીએ કર્યો મહત્વનો ખુલાસો
કંપની તરફથી કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલ સંદેશ ભ્રામક છે કારણ કે આ ભારત સંબંધિત નથી. ભારતમાં મોન્ડલેઝ/કેડબરી વેચાણ કે ઉત્પાદન થનાર તેની પ્રોડક્ટમાં કોઈ બીફ કે બીજી માંસ આધારિત સામગ્રીઓ નથી.
નવી દિલ્હીઃ Cadbury Chocolate: સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેડબરી ચોકલેટ (Cadbury Chocolate) બીફ હોય છે. એક વેબસાઇટ પરથી લેવામાં આવેલા સ્ક્રીનશોટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પબ્લિશ કરી દાવો કરવામાં આવ્યો કે જો કોઈ ઉત્પાદનમાં જિલેટિન એક ઇન્ગ્રિડિયન્ટના રૂપમાં ભેળવવામાં આવે છે તો તેનો અર્થ છે કે ત્યાં ગૌમાંસનો ઉપયોગ થયો છે. આ સંવેદનશીલ મેસેજ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સ કેડબરીની પ્રોડક્ટની ટીકા કરવા લાગ્યા હતા. કંપનીની પ્રોડક્ટ બાયકોટ કરવાની માંગ ઉઠી. ત્યારબાદ ખુદ કંપનીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર નિવેદન જારી કર્યું છે. કંપની દ્વારા આ વાયરલ મેસેજનું ખંડન કરવું પડ્યું છે.
કંપની તરફથી કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલ સંદેશ ભ્રામક છે કારણ કે આ ભારત સંબંધિત નથી. ભારતમાં મોન્ડલેઝ/કેડબરી વેચાણ કે ઉત્પાદન થનાર તેની પ્રોડક્ટમાં કોઈ બીફ કે બીજી માંસ આધારિત સામગ્રીઓ નથી. ભારતમાં તૈયાર થનાર પ્રોડક્ટ 100% વેજીટિરિયન છે. જે પ્રોડક્ટમાં ગ્રીન માર્ક છે, તે સંપૂર્ણ પણે શાકાહારી ઉત્પાદન છે. કંપની તરફથી આવો ભ્રામક મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાવવાને લઈ તેની તપાસની માંગ કરવામાં આવી છે. કસ્ટમર કેર સાથે સંપર્ક કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ જનતાને મળશે રાહત, ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! સામે આવ્યું મોટુ કારણ
શું છે મામલો, કેમ થયો વિવાદ
સોશિયલ મીડિયા પર એક વેબસાઇટનો સ્ક્રીનશોટ મેસેજ ત્યારે વાયરલ થવા લાગ્યો જ્યારે તેમાં દાવો કરવામાં આવ્યો કે કેટબરીની પ્રોડક્ટમાં બીફ હોય છે. આ વાયરલ મેસેજમાં જણાવવામાં આવ્યું કે જો કોઈ વસ્તુમાં જિલેટિનનો ઉપયોગ થાય છે, તો તેનો અર્થ છે કે તે સામાનને ગૌમાંસના પ્રયોગથી તૈયાર કરવમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મેસેજ પર કંપનીનું ધ્યાન ત્યારે ગયું જ્યારે યૂઝર્સે કંપનીને ટેગ કરી મેસેજ પોસ્ટ કર્યો હતો.
કંપનીએ તેની ગંભીરતાને જોતા સત્તાવાર ટ્વિટર પર ખુલાસો કર્યો છે. કંપનીએ કહ્યું કે, જે પ્રોડક્ટનો ઉલ્લેખ કર્યો તે ભારતમાં બનતી નથી. વાયરલ મેસેજની પ્રોડક્ટ્સ મોંડલેજ ઇન્ટરનેશનલની છે જે એક અમેરિકી કંપની છે, પરંતુ જેના પર હવે બ્રિટિશ કંપની કેડબરી માલિક છે. આ સાથે કંપનીએ ભાર આપી જણાવ્યું કે ચોકલેટના રેપર પર લીલા કલરનું સર્કલ હોય છે, તે જણાવે છે કે ભારતમાં નિર્મિત અને વેચાતી વસ્તુ 100 ટકા શાકાહારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube