નવી દિલ્હી: એટીએમ વડે વધતા જતા ફ્રોડને ધ્યાનમાં રાખતાં કેનરા બેંકે પોતાના ગ્રાહકોની સુવિધા માટે નવું ફીચર શરૂ કર્યું છે. સેફ્ટીને ધ્યાનમાં રાખતાં કેનરા બેંકે 10000 રૂપિયાથી વધુના ટ્રાંજેક્શન પર ઓટીપી જરૂરી કરી દીધો છે. આ સુવિધા હેઠળ જો તમે કેનરા બેંકના એટીએમમાંથી 10000 રૂપિયા અથવા તેનાથી વધુ કેશ ઉપાડવા માંગો છો તો એટીએમ ટ્રાંજેક્શન વખતે તમારે મોબાઇલ રાખવાની જરૂર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ATM પિનની સાથે નોંધવો પડશે OTP
નવી સુવિધા હેઠળ કેનરા બેંકે 10000 રૂપિયા અથવા તેનાથી વધુ કેશ એટીએમમાંથી કાઢતી વખતે ATM પિન નંબરની સાથે OTP પણ જરૂરી કરી દીધો છે. એટીએમ ફ્રોડ રોકવા માટે દેશની ઘણી બેંક એટીમ ટ્રાંજેક્શન દરમિયાન રજિસ્ટર્ડ ફોન નંબર પર ઓટીપી નંબર પણ જરૂરી કરવાની છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી જનરલ મેનેજર સુરેશ નાયરના મુતાબિક સ્ટેટ બેંક પણ એટીએમ ટ્રાંજેક્શન પર OTP જરૂરી કરવાની છે જેથી એટીએમ ફ્રોડ રોકવામાં મદદ મળશે.


ફ્રોડની ઘટનાઓ વધ્યા બાદ ભર્યું આ પગલું
આ ઉપરાંત પણ ઘણી અન્ય બેંક આ પ્રક્રિયા પર કામ કરી રહી છે. ગ્રાહકો દ્વારા ફ્રોડની ઘટનાઓ વધવાને ફરિયાદ કર્યા બાદ બેંકો દ્વારા એટીએમ ટ્રાંજેક્શન વખતે પિનની સાથે જ ઓટીપી પણ સુવિધા સાથે છેતરપિંડી પર લગાવી શકાશે. ત્યારબાદ તમારે પિન સાથે જ મોબાઇલ પર આવનાર ઓટીપી પણ એટીએમમાં નોંધવો પડશે. ત્યારબાદ જ તમે ટ્રાંજેક્શન પુરૂ થઇ શકશે. 


આ ઉપરાંત કેટલા મીડિયા રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એટીએમ ફ્રોડને રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના કેટલાક ઉપાય આપ્યા છે. કમિટી દ્વારા કહેવામાં આવ્યું કે 2 એટીએમ ટ્રાંજેક્શન વચ્ચે 6 થી 12 કલાકનું અંતર હોવું જોઇએ. જો આ સલાહ માનવામાં આવશે તો તમારે એક ટ્રાંજેક્શન કર્યા બાદ બીજા માટે ઓછામાં ઓછા છ કલાક રાહ જોવી પડશે. બેંકોની રિપોર્ટમાં આ વાત પણ સામે આવી છે મોટાભાગના ફ્રોડ રાત્રે 11 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન થાય છે.