Domestic Airfare: ઘરેલુ હવાઈ મુસાફરી હવે નહીં થાય મોંઘી, ભાડા પર સરકારે જાહેર કર્યો નવો આદેશ
ઘરેલુ ફ્લાઇટ્સના ભાડા માટે લાગુ કરાયેલ એયરફેર કેપિંગ સિસ્ટમ (Airfare capping system) હવે 31 મે 2021 સુધી લાગુ રહેશે. Directorate General of Civil Aviation (DGCA) એ આ માટે એક આદેશ જાહેર કર્યો છે
નવી દિલ્હી: Domestic Airfare: ઘરેલુ ફ્લાઇટ્સના ભાડા માટે લાગુ કરાયેલ એયરફેર કેપિંગ સિસ્ટમ (Airfare capping system) હવે 31 મે 2021 સુધી લાગુ રહેશે. Directorate General of Civil Aviation (DGCA) એ આ માટે એક આદેશ જાહેર કર્યો છે. આ પહેલા, ભાડાને કેપિંગ કરવાની પ્રણાલી 31 માર્ચ 2021 સુધી લાગુ કરવામાં આવી હતી, તે પહેલાં તેની અંતિમ તારીખ ઘણી વખત વધારી દેવામાં આવી હતી.
વધતા કોરોના કેસને જોતા નિર્ણય
તમને જણાવી દઈએ કે ગત કોરોના મહામારીને કારણે ઘરેલું અને વિદેશી એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બે મહિના પછી મેમાં ફ્લાઇટ્સને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ સરકારે ભાડાઓને મર્યાદિત કરી દીધા. ફરી એકવાર, કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારે આ પ્રણાલીને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
ભાડા પર કેપિંગ 31 મે સુધી
DGCA દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે સ્થાનિક એરલાઇન્સ માટે નિયત ભાડા મર્યાદા 31 મે 2021 સુધી લાગુ રહેશે, જે અગાઉ 31 માર્ચ 2021 સુધી લાગુ હતી, મહત્તમ અને લઘુતમ ભાડા 24 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube