UPI Cash Deposit: જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંકે યુપીઆઈ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે તમે જલદી યુપીઆઈ દ્વારા કેશ પણ જમા કરાવી શકશો. ભારતીય રિઝર્વ બેંક જલદી યુપીઆઈ દ્વારા કેશ જમા કરનારી મશીનમાં પૈસા જમા કરવાની સુવિધા આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ સર્વિસથી લોકોને મોટી સગવડતા મળશે. કેશ જમા કરવા માટે બેંક જવું પડશે નહીં. આ સાથે જ જો તમારી બેંક દૂર હશે તો તમે યુપીઆઈ દ્વારા કેશ જમા કરી શકશો. આ ઉપરાંત PPI (પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ) કાર્ડધારકોને પણ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. આ લોકોને થર્ડ પાર્ટી દ્વારા યુપીઆઈ એપ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. 


કાર્ડ રાખવાની જરૂર નહીં પડે
જો યુપીઆઈથી કેશ ડિપોઝિટ કરવાની સુવિધા આવે તો તમને ખિસ્સામાં કાર્ડ રાખવાની ઝંઝટથી છૂટકારો મળી શકે છે. તેનાથી ATM કાર્ડ રાખવા, ખોવા કે બનાવવાની સમસ્યા પણ નહીં રહે. આ સાથે જ જો તમારું એટીએમ કાર્ડ ચોરી થઈ જાય તો તેને બ્લોક કરાવ્યા બાદ કેશ ડિપોઝિટ કરવામાં આવતી સમસ્યાઓનો પણ સામનો નહીં કરવો પડે. 


કેવી રીતે કરશે કામ
અત્યાર સુધી કેશ ડિપોઝિટ કે ઉપાડવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે યુપીઆઈની સુવિધા આવી જશે તો તમને ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં. બહુ જલદી આરબીઆઈ એટીએમ મશીન પર યુપીઆઈની જેમ નવી સુવિધા જોડશે. ત્યારબાદ થર્ડ પાર્ટી ઓનલાઈન પેમેન્ટ એપના ઉપયોગથી તમે એટીએમ મશીનથી યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ કરી શકશો. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube