નવી દિલ્હી: ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ(સીસીઆઇ)એ ઇ-ટિકીટના મોટા ભાગની કિંમત વસૂલવાને કારણે ભારતીય રેલ તથા તેમના જ એકમ આઇઆરસીટીસી વિરુદ્ધ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતના અમદાવાદના મીત શાહ અને રાજકોટના આનંદ રણપાડાએ રેલવે તથા ભારતીય રેલવે ખાનપાન અને પ્રવાસન નિગમ પ્રા.(આઇઆરસીટીસી)ની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેના પર આયોગ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના બંન્ને યુવકો દ્વારા આરોપ કરવામાં આવ્યા કે, રેલવે અને આઇઆરસીટીસી  તેમના યાત્રીઓ પાસેથી આ દિવસોમાં વધારે ભાડુ વસૂલ કરી રહ્યા છે. અને ટિકીટના ભાવ પર 5ના અંક સાથે જોડી ઉમેરી તેના પર રાઉન્ડ ઓફ કરીને ભાડા કરતા વધારે રકમ વસૂલ કરવામાં આવે છે. દા. તરીકે તમારી ટીકીટની રકમ 101 છે તો રાઉન્ડ ઓફ કરીને 105 કરી દેવામાં આવે છે. 


પ્રથમ દ્રષ્ટાંત પ્રતિસ્પર્ધાના નિયમોના ઉલ્લંઘનના મામલે સામે આવ્યા બાદ સીસીઆઇએ નવ નવેમ્બરે આપેલા આદેશમાં તપાસમાં એકમના મામલામાં તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસના મામલે લોકો સાથે જોડાયેલા સંભવિત ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.



સ્પર્ધા કમિશન દ્વારા કહેવામાં આવ્યું કે, આ સમયે એવું લાગી રહ્યું છે, કે પ્રતિવાદી (રેલ મંત્રાલય અને આઇઆરસીટી) વિના યોગ્ય કારણે ઓનલાઇન બુકિંગમાં વાસ્તવિક ભાડાને રાઉન્ડ ઓફ કરવામાં આવી રહ્યા છે. 


ફરીયાદ અનુસાર ગ્રાહક સંપૂર્ણ રીતે રેલ મંત્રાલય અને આઇઆરસીટીસી પર નિર્ભર છે.તથા તેના બાદ તેના દ્વારા કરવામાં આવેલી સેવાઓ પર કોઇ વિકલ્પ મળતો નથી.