નવી દિલ્હીઃ હોળી પહેલાં સરકારી કર્મચારીઓને દિવાળી આવી ગઈ છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની આતૂરતાનો અંત આવી ગયો છે. મોદી સરકારે હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી હતી. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ ગયું છે. વધેલા મોંઘવારી ભથ્થાની ચુકવણી આ મહિનાના પગારથી થવા લાગશે. એટલે કે આગામી મહિનાની પહેલી નહીં, બીજી તારીખે વધેલો  પગાર ક્રેડિટ થવાનું શરૂ થઈ જશે. આ વિશે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયનો ઓર્ડર થઈ ગયો છે. જેને પગલે હવે કર્મચારીઓને મોટો ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારથી થશે વધારો
કેન્દ્રીય નાણા મંત્રાલયના એક્સપેન્ડિચર ડિવીઝનથી જારી એક નોટિફિકેશન પ્રમાણે આ વર્ષે જાન્યુઆરીથી મૂળ વેતન પર 46 ટકાના દરથી નહીં પરંતુ 50 ટકાના દરથી ડીએની ચુકવણી કરવામાં આવશે. તેની ચુકવણી માર્ચ મહિનાના પગારથી શરૂ થશે. એટલે કે આગામી મહિનાની બે તારીખે જે પગાર મળશે, તેમાં નવો ડીએ દર લાગશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રિમંડળની 7 માર્ચે યોજાયેલી બેઠકમાં ડીએ વધારવાનો નિર્ણય કર્યો હતો. આ વધેલું ડીએ એક જાન્યુઆરી 2024થી લાગૂ થશે. 


આ પણ વાંચોઃ 50% તો થઈ ગયું, હવે શૂન્ય (0) થશે DA! જાણો કર્મચારીઓ માટે ક્યારે બદલાશે ગણતરી


હજુ ડીએ મર્જર પર નિર્ણય નહીં
આજે જે નાણા મંત્રાલયનો સર્કુલર નિકળ્યો છે, તેમાં ડીએની મૂળ વેતનમાં મર્જરની વાત નથી. ઉલ્લેખનીય છે કે સાતમાં પગાર પંચની ભલામણ છે કે જો મોંઘવારી ભથ્થું વધી 50 ટકા પર પહોંચી જાય તો તે મૂળ વેતનમાં મર્જ થઈ જશે. જ્યારે મૂળ વેતન વધી જશે તો એચઆરએ, ગ્રેચ્યુઇટી, ચિલ્ડ્રન એજ્યુકેશન- ટ્રાન્સપોર્ટ એલાઉન્ટ વગેરેમાં વધારો કરવામાં આવશે.


વર્ષમાં બે વખત ડીએમાં વધારો
વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત થઈ ગયેલા કેન્દ્રીય કર્મચારીઓને સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર મળી રહ્યું છે. નાણા પંચે મોંઘવારીની અસર દૂર કરવા માટે મોંઘવારી ભથ્થાની જોગવાઈ કરી છે. સાતમાં પગાર પંચની ભલામણ પ્રમાણે મોંઘવારી ભથ્થાને વર્ષમાં બે વખત સંશોધિત કરવામાં આવે છે. પ્રથમ વધારે જાન્યુઆરીથી લાગૂ થાય છે, જ્યારે બીજો વધારો જુલાઈથી લાગૂ થાય છે. જેના કારણે તમારા ખિસ્સામાં આવકનો વધારો થશે.