DA Hike Calculator: કેન્દ્રીય કર્મચારીઓને લાગશે લોટરી, મળશે 7596+7596+7596= ₹22788 નું એરિયર, જુઓ ગણતરી
DA Hike Calculator: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થું (DA) 4 ટકા વધવાનું નક્કી છે. એપ્રિલમાં તેની ચુકવણી થઈ શકે છે. પરંતુ લાગૂ 1 જાન્યુઆરી 2024થી થશે. તેથી જાન્યુઆરીથી માર્ચનું મોંઘવારી ભથ્થું એરિયર તરીકે ચુકવવામાં આવશે.
નવી દિલ્હીઃ DA Hike News today: કેન્દ્રીય કર્મચારીઓ માટે માર્ચનો મહિનો જબરદસ્ત રહેવાનો છે. માર્ચમાં સરકાર જાન્યુઆરી 2024થી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાને મંજૂરી આપી શકે છે. તો માર્ચમાં જાહેરાત બાદ એપ્રિલના પગારમાં તેની ચુકવણી પણ થઈ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હોળી પડેલા સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપશે. જો તેમ થયું તો કર્મચારીઓને ત્રણ મહિનાના પૈસા એક સાથે મળશે. એટલે કે જાન્યુઆરીથી માર્ચ 2024નું એરિયર પણ તેને મળશે. આ સિવાય તેમાં એપ્રિલનું ડીએ પણ સામેલ થશે. પરંતુ આ એરિયર કેટલું હશે? આવો જાણીએ ગણતરી..
ક્યારથી મળશે DA એરિયરનો ફાયદો?
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો થવાની તૈયારી છે. માર્ચમાં તેને મંજૂરી મળી શકે છે. તે એપ્રિલમાં ચૂકવી શકાય છે. પરંતુ, તેનો અમલ 1 જાન્યુઆરી, 2024થી થશે. તેથી જાન્યુઆરીથી માર્ચનું મોંઘવારી ભથ્થા એરિયર તરીકે ચુકવવામાં આવશે. 3 મહિનાના એરિયરનો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. નવા પગારપંચમાં પે-બેન્ડ પ્રમાણે મોંઘવારી ભથ્થાની ગણતરી થશે. લેવલ-1 પર કર્મચારીઓનો ગ્રેડ પે 1800 રૂપિયા હોય છે. તેમાં બેસિક પે 18000 રૂપિયા હોય છે. આ સિવાય તેમાં ટ્રાવેલ એલાઉન્સ પણ સામેલ થાય છે. ત્યારબાદ ફાઇનલ એરિયર નક્કી થાય છે.
આ પણ વાંચોઃ આ સપ્તાહે ખુલશે સોલાર પેનલ બનાવનારી કંપનીનો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP
હવે આ રીતે સમજો ગણતરી
લેવલ-1માં લઘુત્તમ પગાર 18000 રૂપિયા પર ગણતરી...
લેવલ-1 ગ્રેડ પે-1800 પર કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે. આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કુલ ડીએમાં 774 રૂપિયાનો તફાવત આવ્યો છે. આ રીતે સમજો બાકીની ગણતરી...
Due & Arrears (DA 50%) | ||||
MONTH | DA | TA | DA ON TA | TOTAL |
---|---|---|---|---|
Jan-24 | 9000 | 1350 | 675 | 11025 |
Feb-24 | 9000 | 1350 | 675 | 11025 |
Mar-24 | 9000 | 1350 | 675 | 11025 |
Arrears | 2322 | |||
Apr-24 | 9000 | 1350 | 675 | 11025 |
લેવલ 1માં મહત્તમ બેસિક પગાર 56900 રૂપિયા પર ગણતરી
લેવલ-1ના ગ્રેડ પે-1800 પર કેન્દ્રીય કર્મચારીઓનો મહત્તમ બેસિક પગાર 56900 રૂપિયા હોય છે. આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધવાથી કુલ ડીએમાં 2276 રૂપિયાનું અંતર આવી ગયું છે. એરિયરની ગણતરી સમજો..
Due & Arrears (DA 50%) | ||||
MONTH | DA | TA | DA ON TA | TOTAL |
---|---|---|---|---|
Jan-24 | 28450 | 3600 | 1800 | 33850 |
Feb-24 | 28450 | 3600 | 1800 | 33850 |
Mar-24 | 28450 | 3600 | 1800 | 33850 |
Arrears | 7260 | |||
Apr-24 | 28450 | 3600 | 1800 | 33850 |
લેવલ 10માં લઘુત્તમ સેલેરી 56100 રૂપિયા પર ગણતરી
લેવલ-10માં કેન્દ્રીય કર્મચારીઓનો ગ્રેડ પે 5400 રૂપિયા હોય છે. આ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ બેસિક પગાર 56100 રૂપિયા હોય છે. આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધવાથી કુલ DA માં 2244 રૂપિયાનું અંતર આવ્યું છે. એરિયરનું કેલકુલેશન આ રીતે સમજો...
Due & Arrears (DA 50%) | ||||
MONTH | DA | TA | DA ON TA | TOTAL |
---|---|---|---|---|
Jan-24 | 28050 | 7200 | 3600 | 38850 |
Feb-24 | 28050 | 7200 | 3600 | 38850 |
Mar-24 | 28050 | 7200 | 3600 | 38850 |
Arrears | 7596 | |||
Apr-24 | 28050 | 7200 | 3600 | 38850 |
પે-બેન્ડથી નક્કી થાય છે પગાર
7th pay commission હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારને લેવલ 1થી લેવલ 18 સુધી અલગ-અલગ ગ્રેડ-પેમાં વિભાજીત કરવામાં આવ્યો છે. આમાં, મોંઘવારી ભથ્થાની ગણતરી ગ્રેડ પે અને મુસાફરી ભથ્થાના આધારે કરવામાં આવે છે. લેવલ 1 માં, લઘુત્તમ પગાર રૂ. 18,000 થી શરૂ થાય છે અને મહત્તમ પગાર રૂ. 56,900 છે. એ જ રીતે, લેવલ 2 થી 14 સુધીના ગ્રેડ પે અનુસાર પગાર બદલાય છે. પરંતુ લેવલ -15, 17, 18 માં કોઈ ગ્રેડ-પે હોતો નથી. આ પગાર ફિક્સ હોય છે. પરંતુ લેવલ-15માં લઘુત્તમ પગાર 182,200 રૂપિયા છે, તો મહત્તમ પગાર 2,24,100 રૂપિયા હોય છે. લેવલ-17માં મૂળ પગાર 2,25,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તે જ સમયે, લેવલ-18માં પણ મૂળ પગાર 2,50,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. કેબિનેટ સેક્રેટરીનો પગાર લેવલ 18માં આવે છે.