મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ સંભાળ્યા બાદ કરોડો કર્મચારીઓ મોટી ભેટ આપી છે. સરકારે મોટું પગલું ભરતાં કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વિમા કાર્યક્રમમાં એમ્પ્લોયર અને એમ્પલાઇના કુલ યોગદાનને 6.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી 12.85 લાખ નોકરીદાતાઓને દર વર્ષે 5,000 કરોડ રૂપિયાની બચત થશે. સાથે જ તેનાથી 3.6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિપત્ર અનુસાર ઘટેલા દર 1 જુલાઇથી લાગૂ થશે.
નવી દિલ્હી: મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ સંભાળ્યા બાદ કરોડો કર્મચારીઓ મોટી ભેટ આપી છે. સરકારે મોટું પગલું ભરતાં કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વિમા કાર્યક્રમમાં એમ્પ્લોયર અને એમ્પલાઇના કુલ યોગદાનને 6.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી 12.85 લાખ નોકરીદાતાઓને દર વર્ષે 5,000 કરોડ રૂપિયાની બચત થશે. સાથે જ તેનાથી 3.6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિપત્ર અનુસાર ઘટેલા દર 1 જુલાઇથી લાગૂ થશે.
Jio એ લગાવી ઇન્ટરનેટની 'લત', ઇન્ટરનેટ યૂઝરના મામલે અમેરિકા કરતાં આગળ છે ભારતીય
સાડા ત્રણ કરોડ કર્મચારીઓને ફાયદો થશે
મંત્રાલયે પરિપત્રમાં કહ્યું છે કે 'સરકારે ઇએસઆઇ કાનૂન અંતગર્ત એક ઐતિહાસિક પગલું ભરતાં યોગદાનનું દર 6.5 ટકાથી ઘટીને 4 ટકા (નોકરીદાતાઓનું યોગદાન 4.75 ટકાથી ઘટીને 3.25 ટકા અને કર્મચારીનું યોગદાન 1.75 ટકાથી ઘટીને 0.75 ટકા) કરવાનો નિર્ણય કર્યો છે.' લગભગ 12.85 લાખ નોકરીદાતાઓ અને 3.6 કરોડ કર્મચારીઓએ નાણાકીય વર્ષ 2018-19માં ઇએસઆઇ યોજનામાં 22,279 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું.
LG એ લોન્ચ કર્યો ટ્રિપલ રિયર કેમેરાવાળો LG X6, જાણો કિંમત અને ફીચર્સ
કંપનીઓની વાર્ષિક 5,000 કરોડની બચત થશે
એવામાં આકલન કરવામાં આવે તો આ વાત નિકળીને સામે આવી છે કે યોગદાનના દરમાં ઘટાડાથી આ કંપનીઓને વાર્ષિક ઓછામાં ઓછા 5,000 કરોડ રૂપિયાની બચત થશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે યોગદાનના ઘટેલા દરથી કામદારોને ખૂબ રાહત મળશે તથા તેનાથી વધુ કારીગરોને ઇએસઆઇ યોજના અંતગર્ત નામાંકિત કરી શકવું તથા મોટામાં મોટા શ્રમિક બળને ઔપચારિક ક્ષેત્રના અંતર્ગત સુગમ સુગમ થઇ શકશે.
કર્મચારી રાજ્ય વીમા કાનૂન, 1948 (ઇએસઆઇ કાનૂન)આ કાયદા અંતર્ગત વિમીત વ્યક્તિઓને ચિકિત્સા, કેશ, માતૃત્વ, નબળાઈ અને આશ્રિત હોવાનો લાભ પુરો પાડે છે. એએસઆઇ કર્મચારી રાજ્ય વિમા નિગમ (ઇએસઆઇસી) દ્વારા પ્રશાસિત છે. ઇએસઆઇ કાયદા અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવતા લાભ એમ્પ્લોયર અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા યોગદાનના માધ્યમથી નાણા પોષિત થશે.
Xiaomi Mi 9T, Mi 9T Pro થયો લોન્ચ, જાણો ફીચર્સ
સરકારે સામાજિક સુરક્ષા કવરેજ વધુમાં વધુ લોકો માટે સપ્ટેમ્બર 2016 થી જૂન 2017 સુધી એમ્પ્લોયર અને કર્મચારીઓના વિશેષ રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ શરૂ કર્યો અને યોજનાના કવરેજનો લાભ વિભિન્ન તબક્કામાં દેશના બધા જિલ્લાઓ સુધી વધારવાનો નિર્ણય કર્યો. કવરેજમાં વેતનની સીમા 1.1.2017 થી 15,000 રૂપિયા પ્રતિમાહથી વધારીને 21,000 રૂપિયા પ્રતિમાહ કરી દેવામાં આવ્યો.